300 કરોડના પેસ્ટિસાઇડ કૌભાંડમાં હવાલા મારફત રૂપિયા આવ્યા, ED-GST-ITની પણ હવે એન્ટ્રી થશે | Rs 300 Crore Pesticide Scam Money Came Through Hawala, ED-GST-IT Will Also Entry Now

સુરત33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ચીનથી મુંબઇના ન્હાવા સોવા પોર્ટ પરથી દવાના નામે માલ મંગાવવાનો કેસ
  • દેશમાં અનેક જગ્યાએ દરોડા પડવાની શકયતા, ત્રણેય આરોપીઓ પર DRI ફરી ત્રાટકી શકે

મુંબઇના ન્હાવા સોવા પોર્ટ પરથી મિસ ડેકલેરેશનના આધારે આયાત કરાયેલાં 300 કરોડના પેસ્ટિસાઇડના કેસમાં સમગ્ર નાણાકીય વ્યવહાર હવાલા મારફત થતો હતો. આ માટે કેટલીક આંગડિયા પેઢીનો પણ ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો ડીઆરઆઇની તપાસમાં થયો છે. હવે આ કેસમાં ઇડી અને આઇટીની પણ એન્ટ્રી થઇ શકે છે. આઇટીએ કહ્યુ કે 100 કરોડની ડયૂટી ચોરીનો કેસ છે અને 300 કરોડનો માલ માર્કેટમાં વેચી દેવાયો છે. આ રકમ પર ઇન્કમટેક્સનો ઇશ્યુ સામે આવી શકે છે. દરમિયાન હવાલાનો વ્યવહાર હોય ઈડી પણ સક્રિય થઈ ગઈ છે.

મુંબઇ ડીઆરઆઇની ટીમ હવે આ પેસ્ટિસાઇડ જ્યાં-જ્યાં વેચાયું હશે ત્યાં તપાસ કરી શકે છે. જીએસટીની એક ટીમ પણ નજર રાખી રહી છે. કેમકે જે માલ વેચાયો છે તે બિલ વગરનો હતો અને ચોપડે બતાવાયો ન હતો. હવે આ સમગ્ર કેસમાં બે મુખ્ય આરોપી સુરેશ અને રાજેસ વસોયા ઉપરાંત રાજુ વસોયા, મથુર વસોયા અને સુરેશ ગામીનો રોલ પણ અગત્યનો હોય ડીઆરઆઇ ગમે ત્યારે ફરી ત્રાટકી શકે છે.

ED-GST અને આઈટી આ કારણોસર એન્ટ્રી મારશે
આવકવેરા વિભાગ
– જાણકારો કહે છે કે સમગ્ર મામલો કમાણીનો છે. અને ચોપડે જ અન્ડર વેલ્યુએશન કરવામા આવ્યુ હોવાનો કેસ હોય આઇટીએ જે માલ માર્કેટમાં જે કિંમતે વેચાયો છે તેની પર ટેક્સ લેવાનો થાય છે. પ્રોફિટ પર ટેક્સ ભરવો પડશે.

ઇડી અને કસ્મટ ડયૂટી – હવાલાનો ખેલ હોય ઇડી પણ કામ કરશે. ચીનતી માલ આવ્યો હોય અને ત્યાં પેમેન્ટ કંઇ રીતે કરવામાં આવ્યુ છે તેની પણ તપાસ કરાશે. ઉપરાંત કસ્ટમ ડયૂટીનો આ 100 કરોડનો કેસ છે. કેમકે 31 ટકા જેટલી ડયૂટી લાગે છે.

જીએસટી: અન્ડર વેલ્યુએશનના લીધે પેસ્ટિસાઇડ પરનો ઓરિજિનલ જીએસટી ભરવાનો આવશે. પેસ્ટિસાઇજ પર જીએસટી 18થી 28 ટકા સુધી છે. જે ભરાયો નથી. 300 કરોડનો માલ વેચાયો હોય તો 28 ટકાના હિસાબે જીએસટી 85 કરોડનો થાય છે. પેનલ્ટી અને વ્યાજ જુદા.​​​​

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post