પાટણ29 મિનિટ પહેલા
- કૉપી લિંક

- પાટણમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યોએ હાર મામલે હોદ્દેદારો પર ભડાશ કાઢી
- જિલ્લા કારોબારીમાં કોંગ્રેસને મજબૂત બનાવવા કાર્યકરોને કામે લાગવા આહવાન
પાટણ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી.જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પક્ષમાં રાજીનામું આપવા માટે સૂચના આપી હતી. હાર બદલ પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરનાર સામે નામ જાહેર ન કરી ભડાશ કાઢી હતી. ઉપસ્થિત વિધાનસભાના જીતેલા અને હારેલા ઉમેદવારોએ ચૂંટણીમાં પોતાના જ કોંગ્રેસના હોદ્દેદારો તેમને હરાવવા મહેનત કરી હોય આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો કચરો સાફ કરવા ચીમકી ઉચ્ચારી છે.
જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ભાવુક થઈ કાર્યકરોને જણાવ્યું કે હાર માટે સૌથી પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે હું અને ત્યારબાદ હોદ્દેદારો ગુનેગાર છે. કેમકે અમે જ કામ કર્યું નથી કાર્યકરો મહેનત કરી છે. પ્રદેશમાંથી આયોજન કરી હોદ્દેદારોને કામ સોંપ્યું પરંતુ તેમને કર્યું નથી. હું કામ ના કરવા માગતા તમામ જિલ્લાના પ્રમુખો અને પક્ષના હોદ્દેદારોને કહું છું કે કામ ના કરવું હોય તો રાજીનામું મૂકી દેજો. નહીં તો તમારા ભરોસે કોંગ્રેસ બેઠી છે તમે કામ નહિ કરો તો કોંગ્રેસ મરી જશે.
કામ કરતા લોકોને જ હોદા અપાશે કોઈના ડાબા કે જમણાને હવે હોદ્દા અપાશે નહીં. આગામી સમયમાં દરેક જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરાશે. જેમાં સાચા કાર્યકરો કામે લાગી જજો અને કોંગ્રેસને ફરી મજબૂત બનાવજો. ભાજપ મારવા વાળી પાર્ટી છે અને કોંગ્રેસ પ્રજા માટે મરવા વાળી પાર્ટી છે.એજ જુસ્સા સાથે ફરી કામે લાગવા આહવાન કર્યું હતું.
કોંગ્રેસનો કચરો સાફ કરીશું : કિરીટ પટેલ
કિરીટ પટેલ કાર્યકરોને સંબોધન કરતા હોદ્દેદારો ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમને જણાવ્યું હતું કે સ્ટેજ ઉપર બેઠેલા પૈકી અડધા લોકો મને અને ચંદનજીને કાપવા અને કપાવવા માટે કામે લાગ્યા હતા. પેટમાં પેસીને પગ પહોળા કરનાર કોંગ્રેસનો કચરો આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સાફ કરીશું. અને સાચા અને વફાદાર કાર્યકરો અને હોદ્દેદારોને સાથે રાખી ચૂંટણી જીતીશું.