અમદાવાદમાં આજે નરોડાથી ચાંદખેડા સુધીના 32 કિ.મી. રોડ શોમાં 14 વિધાનસભા બેઠક આવરી લેશે | 2022 Gujarat Legislative Assembly election: PM narendra modi's 32 km Road show Naroda to Chandkheda in Ahmedabad, cover 14 assembly seats

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 2022 Gujarat Legislative Assembly Election: PM Narendra Modi’s 32 Km Road Show Naroda To Chandkheda In Ahmedabad, Cover 14 Assembly Seats

અમદાવાદ11 મિનિટ પહેલા

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. આજે 1 ડિસેમ્બરે બપોરે 3.30 વાગે રોડ શો યોજાશે. પીએમ મોદીનો આ રોડ શો 32 કિલોમીટર લાંબો રોડ શો રહેશે, જે અમદાવાદની રથયાત્રા જેટલો લાંબો રૂટ કવર કરશે. રથયાત્રાનો કુલ 34 કિમીનો રૂટ છે. અત્યાર સુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો સૌથી લાંબો રોડ શો રહેશે. આ પહેલાં સુરતમાં 30 કિમીનો રોડ શો યોજાયો હતો. નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો યોજાશે.

નરેન્દ્ર મોદીનું 35 જગ્યાએ સ્વાગત કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોડ શો યોજવાના છે. જેમાં અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. જેમાં અલગ અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો,હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કરશે.

નરેન્દ્ર મોદીના રોડ શોનો રુટ
નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભુલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા.

અસારવામાં અમિત શાહનો રોડ શો
અમદાવાદના અસારવામાં અમિત શાહનો રોડ શો યોજાયો હતો. અસારવાના મોહન સીનેમાથી શરૂ થઈ મેઘાણીનગર સુધી રોડ શો યોજાયો હતો. અમિત શાહના આ રોડ શોમાં કેબિનેટ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અસારવા ખાતે ઉમટ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો અમરાઈવાડીમાં રોડ શો
અમદાવાદમાં આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ સાથે તેઓએ અમરાઈવાડીના નાગરવેલ હનુમાન મંદિરથી રોડ શો શરૂ કર્યો હતો અને સમગ્ર અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

જેપી નડ્ડાનો રોડ શો, રાજનાથસિંહનો ડોર ટુ ડોર પ્રચાર
પ્રથમ તબક્કાની ચૂંટણીની આડે 1 દિવસ બચ્યો છે, ત્યારે પહેલા તબક્કાના ચૂંટણી પ્રચાર પૂરો થયો છે. જો કે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર હાલ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો બહેરામપુરામાં રોડ શો થયો હતો. તો નારણપુરા વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. અમદાવાદમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શો કર્યો હતો. તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સાવલીમાં સભાને સંબોધી હતી.

અમદાવાદમાં ભાજપનું કાર્પેટ બોમ્બિંગ
રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સવારે અમદાવાદમાં બહેરામપુરાના મેલડી માતાના મંદિરથી રોડ શો શરૂ કર્યો હતો. આ ઉપરાંત નડ્ડાખેડાના નડિયાદ રેલવે સ્ટેશનથી રોડ શો કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કડાણાના દિવડા કોલોનીમાં ઈરિગેશન ગ્રાઉન્ડ દિવડા હાઈસ્કૂલ સામે દિવડા કોલોની, માણસામાં ચંદ્રાસર ચોક તખતપુરા અને અમદાવાદના મોહન સિનેમાથી કલાપીનગર છેલ્લા બસસ્ટેશન સ્ટેન્ડ અસારવા સુધી રોડ શો કર્યો હતો અને સભા સંબોધી હતી.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post