પદયાત્રીઓ માટે પગદંડીનો લટકતો પ્રશ્ન | The lingering question of trails for hikers
મહુવા16 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ધાર્મિક અને ઐતિહાસીક સ્થળોના વિકાસની સાથો સાથ શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા પણ જરૂરી
- બગદાણા,ભગુડા, ઉંચા કોટડા ખાતે યાત્રાળુઓ પગપાળા દર્શનાર્થે જતા હોય વારંવાર અકસ્માતો
રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોના માર્ગો ઉપર પગદંડી બનાવવાની જાહેરાતો થઇ, યાત્રાધામોમાં પગપાળા જતા શ્રધ્ધાળુઓ માટે સુરક્ષા જરૂરી છે તેવી વાતો થઇ, હાઇ-વે ઉપર યાત્રીઓ-જૈન સાધુ-સાધ્વીજીના વિહારને સલામતી આપવા આયોજન જાહેર થયું પરંતું વાસ્તવમાં આજ સુધી એક પણ પગદંડીનું લોકાર્પણ થયાનું બહાર આવવા પામેલ નથી.
મહુવા પંથકના બગદાણા, ઉંચા કોટડા ચામુંડા દેવસ્થાન ખાતે હજ્જારો યાત્રાળુઓ પગપાળા દર્શનાર્થે જતા હોય છે. પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા જરૂરી છે. આ યાત્રાધામોના માર્ગો પર પગદંડી બનાવવાથી હાઈ-વે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે પગદંડી અથવા પાકી કેડી બનાવવી માંગ ઉભી થવા પામી છે. મહુવા અને મહુવા તાલુકાના શ્રધ્ધાળુંઓ દર પુનમે બગદાણા, ભગુડા અને ઉંચા કોટડા પગપાળા દર્શનાર્થે જતા હોય છે તેમજ ઉંચા કોટડા ચૈત્રી અને આસો નવરાત્રી દરમીયાન દરરોજ હજરો યાત્રાળું પગપાળા જતા હોય છે. રોડ ઉપર પદયાત્રીઓ અકસ્માતનો ભાગ ન બને તે માટે અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી શકાય તે માટે પદયાત્રીઓ માટે પગદંડી બનાવવામાં આવે તેવી માંગ યાત્રાળુઓમાં ઉભી થવા પામી છે.
પગદંડી નિર્માણથી પદયાત્રીઓની સુરક્ષા, સલામતીની ખાત્રી અપાઇ હતી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પગપાળા વિહાર કરતા સાધુ મહાત્માઓ, મુનિ ભગવંતો, સાધ્વીજીઓ તેમજ પગપાળા જતા સંઘો અને પદયાત્રીઓની જીવનરક્ષા અને સુરક્ષા સલામતીની ખાત્રી માટે રાજયવ્યાપી પગદંડી રસ્તાઓના નિર્માણની જાહેરાત કરી હતી. જેનો અમલ ક્યારે થશે? તેવા પ્રશ્નો શ્રધ્ધાળુઓમાં ઉભા થયા છે. પદયાત્રીની સલામતી માટે મહુવા થી બગદાણા અને ઉંચા કોટડા, દાઠા સુધી પદયાત્રીઓ માટે પગદંડી, પાકી કેડી બનાવવામાં આવે તેવી તિવ્ર માંગ યાત્રાળુઓમાં ઉભી થવા પામી છે.
Post a Comment