તલોદના રોઝડ નજીક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો; 5 શખ્સો સામે ગુનો દાખલ | Foreign liquor seized from car near Rosed in Talod; A case has been filed against 5 persons

સાબરકાંઠા (હિંમતનગર)42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના તલોદના રોઝડ નજીક સ્વીફટ ગાડીમાં વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. તલોદ પોલીસે રૂપિયા 5,46,375નો મુદ્દામાલ જપ્ત કરી 5 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને દારૂ ભરેલી કારની બાતમી મળી
તલોદના રોઝડ ગામની સીમ નજીક એક સ્વીફટ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને બે શખ્સો અમદાવાદ તરફ જઇ રહ્યા હોવાની બાતમી મળતા તલોદ પોલીસે રોઝડ ગામ નજીક વોંચ ગોઠવી હતી. તે દરમિયાન સ્વીફટ ગાડી નંબર જીજે.01.આરએસ.9340 આવી પહોંચતા તેને રોકીને ડ્રાઇવર દિલીપ મીણા તથા ગાડીમાં બેઠેલ અન્ય શખ્સ અશોકકુમાર મીણાની પુછપરછ કરતા સ્વીફટ ગાડીમાંથી વિદેશી દારૂની નાની-મોટી 547 નંગ બોટલો કિંમત રૂપિયા 1,40,625નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો રાજસ્થાનના પ્રતાપસિંહ રાણાએ વડોદરાના તોફીકને સપ્લાય કરવાનુ જણાવ્યું હતું.

પોલીસે 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો
તલોદ પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત સ્વીફટ કાર સહિત કુલ રૂપિયા 5,46,375ના મુદ્દામાલ સાથે દિલીપ મીણા (રહે.ખેરવાડા, જિ.ઉદેયપુર), અશોકકુમાર મીણા (રહે.ગામ રોણીયા, તા.ખેરવાડા, જિ.ઉદેયપુર)ની ધરપકડ કરી અન્ય શખ્સો પ્રતાપસિંહ રાણા, તોફીક તથા દારૂનો જથ્થો ભરી આપનાર ઠેકેદાર મળી કુલ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post