પટાવાળાએ મહિલા સહાયક પ્રધ્યાપકને આપી ધમકી

અમદાવાદ: એન્જિનિયરિંગ કોલેજમાં સહાયક પ્રધ્યાપકે પટાવાળા વિરુદ્ધમાં મેનેજમેન્ટને મૌખિક રીતે રજૂઆત કરતા તેની અદાવત રાખીને પટાવાળાએ મહિલા પ્રધ્યાપકને ધમકી આપી હતી કે, ‘હું તને છોડીશ નહીં જાનથી મારી નાખીશ.’ એન્જિનિયરિંગ કોલેજમાં સહાયક પ્રધ્યાપક તરીકે નોકરી કરતા મહિલાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પટાવાળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલા સહાયક પ્રધ્યાપકને પટાવાળો વારંવાર હેરાન કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પટ્ટાવાળાએ આપી મહિલા પ્રધ્યાપકને ધમકી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ વર્ષથી મહિલા સહાયક પ્રધ્યાપક તરીકે બાયો મેડિકલ વિભાગમાં નોકરી કરે છે. આ વિભાગમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો જીગર નામનો યુવક મહિલાની પરવાનગી વિના લેબના સામાનને અડતો અને મહિલા લેબ ખોલવાનું કહે તો પણ તે લેબ ખોલતો નહીં. એક વખત આરોપીએ મહિલાના ટુ-વ્હીલરની હવા પણ કાઢી નાખી હતી. જેથી આ બાબતે તેમણે મેનેજમેન્ટને મૌખિક રીતે રજૂઆત કરતા તેને છેલ્લા 15 દિવસથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલ હતો.આ પણ વાંચો: ઇકોનોમિક સ્ક્વોડ ક્રાઈમમાંથી આવ્યા હોવાનું કહી ઠગો ગાડી સહિત પૈસા લઈ ફરાર

આરોપી હાથમાં ચપ્પુ લઈ મહિલા તરફ આવવા લાગ્યો

જેથી આ બાબતની અદાવત રાખીને 29મી ડિસેમ્બરના દિવસે જ્યારે મહિલા મિટિંગ પૂર્ણ કરીને લેબમાં જતા આરોપી પણ ત્યાં આવ્યો હતો. મહિલા પાણી પીવા જતા પાણીનો સ્વાદ અલગ લાગતા તેઓ કોગળો કરવા માટે ગયા હતા. આ દરમિયાન તિજોરીની આડસમાં ઉભો રહેલ આરોપી અચાનક હાથમાં ચપ્પુ લઈને મહિલા તરફ આવવા લાગ્યો હતો. જેથી મહિલાએ બુમાબૂમ કરતા આસપાસના સ્ટાફના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચો: પીએસઆઈને તેની પત્નીની પિતરાઈ બહેન સાથે થઈ ગયું ઇલું ઇલું

જાનથી મારી નાખવાની આપી આરોપી ફરાર

મળતી માહિતી પ્રમાણે આરોપીએ ત્યાંથી જતા જતા ધમકી આપી હતી કે, હું તને છોડીશ નહીં જાનથી મારી નાખીશ. જાનથી મારી નાખવાની ધમકી આપીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી આ મામલે મહિલાએ પોલીસને જાણ કરતા જ પોલીસે ફરિયાદ નોધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે અત્યારે પોલીસ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Ahmedabad news, Threatened, ગુજરાત

Previous Post Next Post