સુરેન્દ્રનગર20 મિનિટ પહેલા
- કૉપી લિંક

- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું
- શિક્ષકોના બાકી એરીયર્સ બીલ, મેડકલ બીલ સહિત પ્રશ્નો હલ કરવા માગ કરી
સુરેન્દ્રનગર જિલ્લા શૈક્ષિક મહાસંઘે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નો અંગે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં સહાયક તરીકેની નીકરીના 5 વર્ષ ફિક્સ પગારને ગણતરીમાં લઇ બઢતીના લાભો અપાવવા તથા શિક્ષકોના બાકી એરીયર્સ બીલ, મેડકલ બીલ, એલટીસી બીલ સહિત પ્રશ્નો હલ કરવા માગ કરી હતી.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નો બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કિશોરભાઈ બારોટને આવેદપત્ર પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજ્યના માધ્યમિક ઉપાધ્યક્ષ ભરતસિંહ ચાવડા, જિલ્લા અધ્યક્ષ ભગીરથસિંહ રાણા, સંગઠન મંત્રી પરેશભાઈ કડીવાલ અને મહામંત્રી પિનાકીનભાઈ પટેલ વગેરે હોદ્દેદારોએ રજૂઆત કરતાં જણાવ્યુ કે જિલ્લાના શિક્ષકોનો મુખ્ય પ્રશ્ન સહાયક તરીકેની નોકરીના 5 વર્ષ ફિક્સ પગારને ગણતરીમાં લઈ ઉચ્ચતર પગાર ધોરણ અને બઢતીમાં મળતા લાભો આપવા બાબતનો પરીપત્ર જિલ્લા કક્ષાએથી ઝડપથી કરવા માટે રજૂઆત કરાઈ હતી.
જેથી જિલ્લાના હાલ ચાલુ નોકરીવાળા તમામ શિક્ષકોને આનો લાભ મળી શકે તે સાથે શિક્ષકોના મેડિકલ બિલો, એલ.ટી.સી બિલો તેમજ સી.પી.એફ નંબરો ફાળવવા બાબતે રજૂઆત કરાઈ હતી. જિલ્લાના પ્રવાસી શિક્ષકોના પગાર પણ કરવાની રજુઆત કરવામાં આવી હતી. જિલ્લામાં ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના પ્રવાસી શિક્ષકોના 6 મહિનાથી પગાર થયા નથી. આ સમગ્ર રજૂઆત સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી કિશોરભાઇ જણાવ્યું હતું કે સહાયકના 5 વર્ષની નોકરીને ગણતરીમાં લેવાનો પરીપત્ર ઝડપથી કરવામાં આવશે. તેમજ તેને આનુંશાંગિક લાભો જેવા કે બઢતી, ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો માટે જિલ્લા કક્ષાએથી સૂચના આપી ઝડપથી કેમ્પોનું આયોજન કરવામાં આવશે. અન્ય પ્રશ્નો ગ્રાન્ટ આધારિત હોય ગ્રાન્ટ આવ્યે કાર્યવાહી કરવામાં આવશે.