Saturday, December 24, 2022

કોરોના સામે લડવા ગુજરાત કેટલું તૈયાર? વિદેશી મુસાફરોનું થશે થર્મલ સ્ક્રિનિંગ, EVની બેટરી ફાટી અને આખું ઘર ખાખ, જુઓ 7 મોટા સમાચાર | How ready is Gujarat to fight Corona? Foreign passengers will undergo thermal screening, EV batteries will explode and the whole house will be destroyed, see 7 big news

  • Gujarati News
  • Local
  • Gujarat
  • How Ready Is Gujarat To Fight Corona? Foreign Passengers Will Undergo Thermal Screening, EV Batteries Will Explode And The Whole House Will Be Destroyed, See 7 Big News

9 મિનિટ પહેલા

સરકાર ખાસ વેક્સિનેશન ડ્રાઈવ કરશે
પ્રવક્તા મંત્રી રૂષિકેશ પટેલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક અંગે માહિતી આપી હતી. સાથે જ કેન્દ્રીયમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક અંગે કોરોનાના નવા વેરિયન્ટ સામે તકેદારીના પગલાં લેવાની માહિતી આપી હતી. વેક્સિનેશન પર ભાર મૂક્યો હતો અને ખાસ ડ્રાઈવ કરવા નક્કી કર્યું છે. માસ્ક પહેરવા સંદર્ભ મુખ્યમંત્રીએ પણ એક કાર્યક્રમમાં લોકોને માસ્ક પહરેલા જોઈને પોતે માસ્ક પહેરશે તેવો પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

6 વર્ષીય માસૂમ ગાયની અડફેટે
જંબુસર નગરમાં રખડતાં ઢોરના ત્રાસથી નગરજનો અને વાહનચાલકો પરેશાન થયા છે. ત્યારે ગતરોજ સાંજના સમયે પશ્ચિમ જંબુસરમાં પિશાચ મહાદેવ રોડ ઉપર હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પરમારની 6 વર્ષની દીકરી વૃષ્ટિ સ્કૂલેથી ઘરે જતી હતી ત્યારે રઝળતા પશુની અડફેટે આવી હતી. બાળકી સ્કૂલેથી તેના ઘર પાસે પહોંચતા જ પાછળથી એક ગાય દોડી આવી હતી અને બાળકીને શિંગડે ભરાવી હતી. જેને લઈ અન્ય 8 થી 10 બાળકોમાં પણ ગભરાટ સાથે દોડાદોડ થઈ ગઈ હતી. ગાયે વૃષ્ટિને શિંગડે ભેરવી રસ્તા ઉપર ફંગોળી દીધી હતી. જેથી બાળકી ખૂબ ડરી ગઈ હતી.

અમેરિકા જવાની લ્હાયમાં વિખેરાયો પરિવાર
અમેરિકામાં પહોંચવાની લાયમાં અનેક વખત કેટલાય પરિવારો વિખેરાયા છે. ત્યારે ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતાં વધુ એક પરિવાર તહસનહસ થયો છે. ગાંધીનગરના કલોલમાં રહેતો પરપ્રાંતિય પરિવાર ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન આ ત્રણેય સભ્ય ‘ટ્રમ્પ વોલ’ તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દીવાલ ઉપરથી પટકાતાં મુળ યુપીના તેમજ હાલ કલોલમાં રહેતા બ્રિજકુમાર નામના યુવકનું મોત થયું છે તેમજ તેની પત્ની અને માસૂમ પુત્રને ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઈ ગાંધીનગરના અધિક નિવાસી કલેક્ટર ભરત જોશીએ મામલતદારને તાત્કાલિક તપાસના આદેશો આપ્યાં છે. મળતી માહિતી મુજબ ગેરકાયદેસર અમેરિકા જવા માટે 1.25 કરોડમાં ડીલ નક્કી થઇ હતી.

ચાર્જિંગમાં મૂકેલી ઈલેક્ટ્રિક મોપેડની બેટરી ફાટી
ઈલેક્ટ્રિક મોપેડ અને બાઈકના વેચાણ અને ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ચાર્જિંગમાં મૂકાતી બેટરી ફાટવા અને આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. પલસાણા તાલુકાના અંત્રોલી ગામે રાત્રિના સમયે ઇલેક્ટ્રીક બાઈકની બેટરી ચાર્જ કરવા મૂકી હતી. જેમાં એકાએક લાગતા પરિવારજનો બૂમાબૂમ કરી મૂકી હતી. પરિવાર તો સલામત રીતે બચી ગયો પરંતુ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.ધડાકાભેર બેટરી બ્લાસ્ટ થતાના અવાજ સાથે જ ઘરના લોકો પણ અને આસપાસના લોકો પણ જાગી ગયા હતા. આગ પસરી ગઈ હતી. આસપાસના લોકોએ જાતે જ પાણીનો છંટકાવ શરૂ કરીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ઘરના લોકો પોતાનો જીવ બચાવીને બહાર ભાગી આવ્યા હતા.એકાએક ધડાકાભેર બેટરી ફાટ્યા બાદ આગ લાગતા ઘરવખરી બળીને ખાત થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડ આવે તે પહેલા સ્થાનિક લોકોએ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે પણ કામગીરી શરૂ કરી હતી. જેણે કુલિંગની કામગીરી હતી.ત્યારબાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

હવે જામશે શિયાળો
રાજ્યમાં આખરે ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 13 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે રહ્યો હતો. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સુષ્ક રહેશે નલિયા અને કચ્છમાં કેટલા વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી છે. આગામી 3 દિવસમાં હજુ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે.અમદાવાદમાં તાપમાન 12 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે.

રિબડામાં જયરાજસિંહનો હુંકાર
રીબડામાં પટેલ યુવાન પર થયેલા હુમલાના બીજા જ દિવસે જયરાજસિંહ જાડેજા દ્વારા મહાસંમેલન યોજાયું હતું, જેમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારસભ્ય જયરાજસિંહ જાડેજા, ઉદ્યોગપતિ ગોવિંદ સગપરિયા, મગન ઘોણિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, જયંતી સરધારા સહિતના લોકો હાજર રહ્યા હતા. સભામાં રીબડા ગામની મહિલાઓએ અશ્રુભીની આંખે પોતાની વ્યથા રજૂ કરી હતી. અને કહ્યું હતું કે આજે પણ મહિપતસિંહ જાડેજા અને તેના પરિવારજનો તેમના ઘરની બહાર પણ નીકળવા દેતા નથી અને ત્રાસ ગુજારે છે. ત્યારે જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે આજના દિવસે એટલે કે 22 ડિસેમ્બરે રીબડા ગામ આઝાદ થયું છે. આ ગામનું પગીપણું કરીશ અને રીબડામાં ઘણાં મકાન ખાલી છે, તો જરૂર પડશે તો એ મકાનમાં રહેવા પણ આવી જઈશ.

દારૂડિયા શિક્ષકનો નશો ઉતરે તે પહેલાં જ સસ્પેન્ડ
દાંતાની જોધસર પ્રાથમિક શાળાના શિક્ષકનો ચાલુ શાળાએ નશો કરેલા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. દાંતા તાલુકાની જોધસર પ્રાથમિક શાળાના શિક્ષકનો વીડિયો સામે આવતા જ દાંતા તાલુકાના લોકો આવા શિક્ષકોને સસ્પેન્ડ કરવાની માગ કરી રહ્યા હતા. ગુરુ સમાન શિક્ષક જ જો આ રીતે નશામાં ચૂર થઈને શાળામાં આવશે તો શું શિક્ષા આપશે? એવા પ્રશ્નો પણ વેગવંતા બન્યા હતા. આ વીડિયો સામે આવતાં જ શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શિક્ષક હજુ દારૂના નશામાંથી ભાનમાં આવે તે પહેલાં જ દાંતાના જોધસર ગામની પ્રાથમિક શાળાના દારૂડિયા શિક્ષક જોવરા બુંબડિયા અને નંદુ તરાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…