ભુજ6 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભુજથી અંદાજિત 100 કિલોમીટર દૂર ખાવડા નજીકના રતળિયા પાસે આવેલા મોટા પૈયા ગામની સિમમાં આજે શુક્રવાર સાંજે 6.30ની આસપાસ માઇન સ્ટોનની ખાણમાં પથ્થર તોડવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન 40થી 50 ફૂટ ઊંચા ડુંગર પરથી ભારેખમ પથ્થરો તૂટીને નીચે રહેલા બે હિતાચી મશીન અને ત્રણ ટ્રક ઉપર પડતા તમામ વાહનો 20થી 30 ફૂટ જેટલા મલબા તળે દબાઈ જવા પામ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના પથ્થરના મલબા તળે દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તે પૈકી એક મધ્યપ્રદેશના અશોકકુમાર પટેલ નામના શ્રમજીવીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય બેના સબ હજુ મલબા હેઠળ દબાયેલા પડ્યા છે.

ટ્રકમાં ફસાયેલો ડ્રાઇવર કાચ તોડી બહાર આવ્યો
આ અંગે સ્થાનિકના જણાવ્યા મુજબ સાંજે સાંજે 6 વાગ્યા બાદ મોટા પૈયા ગામની માઇન સ્ટોનમાં ડુંગરના મહાકાય પથ્થરો તૂટી પડયાની દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં પ્રાથમિક ધોરણે મધ્યપ્રદેશના ત્રણ શ્રમજીવીના મલબા તળે દબાઈ જવાથી મોત નીપજ્યાં છે. જ્યારે એક ટ્રકમાં ફસાયેલા ચાલક હનીસ સમાં કાંચ તોડી બહાર આવી જતા તેનો સામાન્ય ઇજા સિવાય બચાવ થયો છે. ઘટનાની જાણ પોલીસમાં કરવામાં આવતા પોલીસે ભૂજ મામલતદાર સહિત જિલ્લા વહીવટી તંત્રની ખબર આપી છે. જોકે ઘટનાની ગંભીરતા એ છે કે, દબાયેલા વાહનો અને મૃતદેહોને બહાર લાવવા અસરલ બન્યા છે કારણ કે આ કામગીરી દરમિયાન હજુ પણ ડુંગરના અન્ય પથ્થરો તૂટીને પડવાનો ભય રહેલો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. હાલ ખાવડા સરકારી દવાખાને લોકો જમા થયા છે.
