પિતા પુત્રએ યુવતી પર કર્યો હુમલો
ગોમતીપુર વિસ્તારમાં આવેલી અહેમદી સોસાયટીમાં રહેતી શેરબાનુ તસ્લીમઆરીફ શેખે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આકીબ આસીફ શેખ અને આસીફ શેખ (બન્ને રહે, મુનીર શેઠનો ટેકરો, ગોમતીપુર) વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે. ગઇકાલે શેરબાનુ બાળકો સાથે ઘરે હાજર હતી અને તેનો પતિ બહાર ગયો હતા. ત્યારે આકીબ ઉર્ફે બાબા શેખ અગાઉના ઝઘડાની અદાવત રાખીને શેરબાનુના ઘરે આવ્યો હતો અને પથ્થરમારો કરવા લાગ્યો હતો. શેરબાનુ ઘરેની બહાર નીકળી ત્યારે આકીબ ત્યાથી ફરાર થઇ ગયો હતો અને તરતજ તેના પિતા આસીફ શેખને બોલાવીને લાવ્યો હતો.આ પણ વાંચો: મોદી સરકારે મફત રાશનની યોજનાને લંબાવી, વન રેન્ક પેન્શનનું પણ થયું રિવિઝન
ગાળો બોલવાની ના પાડતા મામલો બીચક્યો
પિતા પુત્ર શેરબાનુને ગાળો બોલવા લાગ્યા હતા જેથી તેમને ગાળો બોલવાની ના પાડતા મામલો બીચક્યો હતો. આકીબ અને તેના પિતા આસીફે શેરબાનુ પર હુમલો કરી દીધો હતો અને પાઇપ વડે મારમાર્યો હતો. શેરબાનુએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જેથી પિતા પુત્ર નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત શેરબાનુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગોમતીપુર પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને આકીબ અને તેના પિતા વિરૂદ્ધ મારમારીની ફરિયાદ નોંધી હતી.
આ પણ વાંચો: IPLના ઈતિહાસના 4 સૌથી મોંઘા ખેલાડીઓ, લાગી સૌથી મોટી હરાજી
અમદાવાદમાં યુવતી પર થયો હુમલો
અત્યારે પોલીસ હવે તે તપાસ કરી રહી છે કે, આ હુમલા પાછળ જૂની અદાવત જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે. તપાસ દરમિયાન ઘણી માહિતીઓ સામે આવી શકે છે તેમ છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં દિવસે દિવસે મારામારી અને ઝઘડાની ઘટનાઓ વધી રહી છે. જેથી પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરવી અનિવાર્ય છે. જેથી શહેરમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahemdabad News, Attacks, ગુજરાત