મહેસાણા13 મિનિટ પહેલા
- કૉપી લિંક

તાજેતરમાં લેવામાં આવનાર GPSC તેમજ પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખ પર હોવાથી આ તારીખમા ફેરબદલી કરવા માટે આજે મહેસાણાના ABVPના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આગામી 8 જાન્યુઆરીના રોજ GPSC તેમજ વર્ગ 1/2ની પંચાયતી વર્ગ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ એકજ તારીખ પર રાખવામાં આવી છે.આ સાથે જ GPSC વર્ગ 2 એટલે કે સિવિલ ઈજનેર અને પંચાયત વિભાગની તલાટી કમ મંત્રી વર્ગ 3 ની પરીક્ષા તારીખ 29 જાન્યુઆરીના રોજ એક જ તારીખ પર લેવામાં આવનાર છે. આ બંને પરીક્ષા આપવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇચ્છીત છે.જોકે પરીક્ષા એક જ તારીખ ના કારણે હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. તેમજ વિદ્યાર્થીઓને કોઈ એક જ પરીક્ષા આપવી તેમજ અન્ય પરીક્ષા છોડવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

જે મામલે આજે ABVP દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમજ પરીક્ષાની તારીખમાં ફેરબદલ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ બને પરીક્ષાઓ આપી શકે અને હાજર રહી શકે એ માટે આજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.