Thursday, December 22, 2022

ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ દ્વારા 70 હેકટર વિસ્તારમાં 30 કરોડના ખર્ચે નોલેજ હબનું નિર્માણ કરાશે | Gandhinagar Urban Development will construct a knowledge hub in an area of 70 hectares at a cost of 30 crores.

ગાંધીનગર9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ (ગુડા) દ્વારા ટીપી – 19 રાયસણ ખાતે આવેલી જાણીતી શૈક્ષણિક યુનિવર્સિટીઓને જોડતું નોલેજ હબ બનાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. વર્ષ 2022-23 ની બજેટ બેઠકમાં અંદાજીત ત્રીસ કરોડના ખર્ચે 70 હેક્ટર વિસ્તારમાં આકાર પામનારા નોલેજ હબ બનાવવા માટે બોસ્ટન યુનિવર્સિટી કેમ્પસની ડિઝાઈનનો અભ્યાસ કર્યા પછી નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના રાયસણ ટીપી – 19 વિસ્તાર એજ્યુકેશનલ હબ તરીકે જાણીતો છે. અહીં નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. જ્યાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણાર્થે આવી રહ્યા છે. રાયસણમાં પંડિત દિનદયાળ યુનિવર્સિટી, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી, ગુજરાત સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ફોર ફાયર સેફ્ટી ટ્રેનિંગ, ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટી, ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ, ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સલેન્સ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. જેનાં કારણે અત્રેનો વિસ્તાર એજ્યુકેશન હબ તરીકે જાણીતો બન્યો છે.

અહીં દેશ વિદેશથી વિધાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોવાથી ગાંધીનગરની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. આમ રાયસણ ખાતેની આ તમામ યુનિવર્સિટીઓને જોડતો 70 હેક્ટર જેટલા વિસ્તારમાં નોલેજ હબ વિકસાવવાનનો ગુડા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેની પાછળ 30 કરોડના ખર્ચનો અંદાજ હાલમાં રાખવામાં આવ્યો છે.

આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો એકબીજા સાથે સરળતાથી જ્ઞાનનું આદાનપ્રદાન કરી શકે, એકબીજા સાથે સરળતાથી સંપર્ક રાખી શકે, ઉત્તમ વાતાવરણ મળી રહે તેવો ઉદ્દેશ નોલેજ હબ બનાવવા પાછળનો છે.વિદેશમાં યુનિવર્સિટીઓના કેમ્પસ એકબીજા સાથે સંકળતા નોલેજ હબ જોવા મળતા હોય છે. જેથી વિદ્યાર્થીઓ એક યુનિવર્સિટી કેમ્પસથી બીજા કેમ્પસમાં આરામથી અંદરને અંદર જ મુવમેન્ટ કરી શકે.

અંદાજે 70 હેક્ટર જેટલા વિસ્તારમાં ઉભા થનાર નોલેજ હબમાં સાડા પાંચ કિમીનો રોડ, ફુટપાથ, સાયકલ ટ્રેક પણ ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફર્નિચર તથા સુંદર લેન્ડ સ્કેપીંગ ઉભું કરવામાં આવશે. સ્ટ્રીટ ફર્નિચરમાં વિવિધ જગ્યાએ બેસવા માટે બાંકડા, સાઈનેજ, ગજીબો વગેરે જેવું બ્યુટિફિકેશન સાથેનો આ વિસ્તાર વિકસાવાશે. નોલેજ હબ વિકસાવવા માટે બોસ્ટન યુનિવર્સિટીનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે. એટલેકે વિદેશમાં જેમ યુનિવર્સિટીમાં માહોલ જોવા મળે છે તે અહીં ગાંધીનગરમાં આવનારા દિવસોમાં ઉપલબ્ધ થશે. નોલેજ હબ વિકસાવવાથી આ સમગ્ર વિસ્તારની આખી તસવીર જ બદલાઈ જશે. ગુડા નોલેજ હબને વિકસાવવાની દિશામાં આગળ વધવા માંગે છે. નોલેજ હબ કેવો બનાવવો છે તેનો કોન્સેપ્ટ ગુડા પાસે છે. આમછતાં તેની ડિઝાઈન અને ડીપીઆર તૈયાર કરવા માટે ગુડા એક કન્સલટન્ટની નિમણુંક કરનાર છે.

અન્ય સમાચારો પણ છે…