Thursday, December 22, 2022

Rajkot: 10 વર્ષ બાદ યુવક પરિવારને મળ્યો, ફિલ્મને ટક્કર મારે તેવી છે આ કહાની!

Mustufa Lakdawala,Rajkot : પશ્ચિમ બંગાળનો એક વ્યક્તિ 10 વર્ષ બાદ પોતાના પરિવારને મળતા પરિવારમાં ખુશીનોમાહોલ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળનો આ યુવક રાજકોટના ઉપલેટાના નેશનલ હાઇવે પર આવેલા હોટલ પાસેથી મળીઆવ્યો હતો. જેમાં હોટલ માલિકની મહેનતના કારણે એક પરિવારને પોતાનો સભ્ય સહીસલામત મળી આવ્યો હતો.

ઉપલેટાના ડુંમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલી સીયારામ હોટલ પર થોડા દિવસ પહેલા એક માનસિક અસ્થિર મગજનો વ્યક્તિઆવ્યો હતો. આ વ્યક્તિને હોટલના માલિકે થોડા દિવસ સાચવ્યો હતો.જે બાદ ધીમે-ધીમે તેની પૂછપરછ કરી અને અથ્યારનીટેકનોલોજીનો ઉપયોગ કરીને પરિવારનો સંપર્ક કર્યો હતો. આમ 10 વર્ષ બાદ હોટલના માલિકે તેમના પરિવાર સાથે મિલન કરાવ્યુંછે.

તમને જણાવી દયે કે ઉપલેટાના નેશનલ હાઇવે પર ડુંમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ સીયારામ હોટલ પર આ વ્યક્તિ આવ્યોહતો. આ સીયારામ હોટલના માલિકે પોતાના નિયમ મુજબ ગરીબ અને સાધુ સંતોને જેમ વિનામૂલ્યે જમાડે છે તેમ આ માનસિકઅસ્થિર મગજના વ્યક્તિને જમાડ્યો અને તેમની ખરાબ સ્થિતિને સુધારી તેમને સ્વચ્છ કરીને થોડા દિવસ પોતાની પાસે સાચવ્યોહતો.

આ યુવકની અત્યારે ઉંમર 39 વર્ષ છે.તેનું નામ દેવાશીશ અજીત મંડલ છે.તેને હોટલના માલિક ભૂપત વસરાએ ઘરની જેમઆશરો આપને તેને સાચવ્યો હતો અને નાના બાળકની જેમ સાચવીને તેની પાસેથી સમગ્ર માહિતી મેળવી હતી.અને પરિવારનોસંપર્ક કર્યો હતો.

આ યુવક પશ્ચિમ બંગાળ રાજ્યના મેદનીપુર જીલ્લામાં આવેલા ગળબતા તાલુકાના અમલાગુડા ગામનો હોવાનું સામે આવ્યુંહતું.જેથી તેના પરિવાર સંપર્ક કર્યો હતો.ત્યારે તેમના પરિવારે જણાવ્યું હતું કે આ વ્યક્તિ લગભગ 10 વર્ષ કરતા પણ વધારેસમયથી માનસિક અસ્થિર મગજનો હોવાથી જતો રહ્યો હતો.જે હવે 10 વર્ષ બાદ મળ્યો છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, રાજકોટ

Related Posts: