A woman named Disani Khushidamani sells more than 70 different cosmetic products nrb – News18 Gujarati

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાની એક મહિલા અલગ-અલગ કોસ્મેટિકની ચીજ વસ્તુઓ બનાવી ઘરે બેસી તેનું વેચાણ કરી રહી છે અને પોતે આત્મનિર્ભર બની રહી છે. તેમજ જિલ્લાની દરેક મહિલાઓ માટે આ મહિલા એક પ્રેરણા રૂપ સાબિત થઈ રહી છે.

બનાસકાંઠાના ડીસામાં રહેતી 32 વર્ષના ખુશી દામાનીને ગ્રેજ્યુએટ સુધી કર્યો છે. મહિલાનું મૂળ વતન મધ્યપ્રદેશના જબલપુર છે. તેના આજથી 11 વર્ષ પહેલાં ડીસામાં લગ્ન કરીને આવ્યા હતા. મહિલાને નાનપણથી જ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવવાનો અનેરો શોખ હતો.

ત્યાર બાદ મહિલાએ અનેક તહેવાર દરમિયાન અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કર્યું છે. અલગ અલગ કોસ્મેટીક ની 70 થી વધુ ચીજ વસ્તુઓ બનાવી ઘરે બેસીને ઓનલાઈન વેચાણ કરે છે.

મહિલાના હાથે બનાવેલ કોસ્મેટિકની ચીજ વસ્તુઓ સમગ્ર ભારત દેશમાં ઘરે બેસી વેચાણ કરી રહી છે.

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

કઈ કઈ ચીજ વસ્તુઓ બનાવે છે

ખુશી દામાની કોસ્મેટિકની 70 થી વધુ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી રહી છે. જેમાં સાબુ, મુંબત્તિ, બોડી બટર, લીમબામ, ક્રીમ, બોડી સ્ક્રેબ, સહિતની

ચીજ વસ્તુઓ પોતાના હાથે બનાવે છે અને 20 રૂપિયાથી લઈને 250 રૂપિયાની તમામ વેરાયટીઓ પોતાના હાથે બનાવી રહી છે.

અન્ય મહિલાઓ માટે પ્રેરણા રૂપ.

બનાસકાંઠાના ડીસાની ખુશી દામાની ઘણા સમયથી પોતાના ઘરે કોસ્મેટિકની ચીજવસ્તુઓ પોતાના હાથે બનાવી રહી છે. અને તેના પરિવારનું ખૂબ જ સ્પોટ હોવાથી આ મહિલા જાતે આત્માનિર્ભર બની રહી છે.

તેમનું કહેવું છે કે, મહિલાઓમાં અનેક કલાઓ છુપાયેલી છે. મહિલાઓ પોતાની અંદર છુપાયેલી કલાનો ઉપયોગ કરે તો આત્મનિર્ભર બની શકે તેમ છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Local 18, Plastic, Women Empowerment