સુરત7 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સોલારના પાર્ટસ ખરીદવાના નામે હાથ-પગ બાંધી માર માર્યો
થાણેના ડોંબીવલી મીલાપનગર માઉલી બંગ્લોઝ ખાતે રહેતા ચંદ્રકાંત મધુસુદન દાતાર(60) ડોંબીવલી ખાતે ગ્લોબલ રીચ એન્જિનિયરિંગ નામની મોલ્ડ બનાવવાની કંપની ધરાવે છે. છ મહિના પહેલા તેમની કંપનીના સિનિયર અશોક ચિત્રેએ L&Tના(પવઈ મુંબઈ)ના કોઈ વ્યક્તિના રેફરન્સથી સુરતના ચૌધરી નામના વ્યક્તિએ સોલાર પેનલમાં વપરાતા ચોરસ પાર્ટ જોઈતા હોવાનું કહી 2000 પાર્ટનો ઓર્ડર આપવાની તૈયારી બતાવી વાતચીતના બહાને સુરત બોલાવ્યા હતા અને કડોદરાની સોલેરીયમ કંપની ખાતે આવવાનું જણાવી સુરત રેલવે સ્ટેશન ઉતર્યા બાદ ફોન કરવાનું અને તેમનો માણસ રિસિવ કરવા મોકલવાનું કહ્યું હતું.
જેથી ગઈ તા.24મીએ ચંદ્રકાંતભાઈ તેજસ રાજધાની ટ્રેન મારફતે રાત્રે 8:20 વાગ્યે સુરત ઉતર્યા હતા અને ચૌધરીના નંબર પર ફોન કર્યો હતો. જેથી તેણે હું માણસ મોકલું છું એમ કહ્યું હતું. બાદ દોઢેક કલાક બાદ આવેલા અજાણ્યાઓ તેમને હોટેલ પાસેથી રિક્ષામાં અડધો કલાક સુધી મુસાફરી કરી ગામડા જેવા વિસ્તારમાં લઈ ગયા હતા અને એક રો-હાઉસમાં લઈ ગયા હતા. જ્યાં પહેલેથી છુપાયેલી વ્યક્તિએ તેમની આંખમાં મરચાની ભુકી નાંખી દીધી હતી અને તેમના હાથ-પગ બાંધી દીધા હતા.
ચંદ્રકાંતભાઈએ બુમાબુમ કરતા તેમને અડધી બોટલ જેટલો દારૂ જબરદસ્તી પીવડાવીને મોઢા પર ટેપ મારી માર માર્યા બાદ ધમકી આપી મોબાઈલ અને પેટીએમનો પાસવર્ડ લઈ લીધો હતો અને એકાઉન્ટમાંથી રૂ.90 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા અને રાત્રે બે વાગ્યે ફરી હોટેલ પાસે ઉતારી પલાયન થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં હોટેલ પર પરત પહોંચેલા વૃદ્ધ વેપારીને હોસ્પિટલમાં સારવાર માટે જવાનું કહેતા ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર અને બાદ ખાનગીમાં દાખલ કરાયા છે. અજાણ્યાઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.