મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશ માટે ટ્રમ્પ દીવાલ પરથી બ્રિજેશ યાદવ પડી જતા તેમનું મેક્સિકો ખાતે મૃત્યુ થયું છે, જ્યારે તેમના પત્ની પૂજા યાદવ અમેરિકા સાઈડ પડી જતા તે ઘાયલ થયા છે અને અમેરિકામાં સારવાર લઈ રહેલા છે તો તેમના ત્રણ વર્ષનો દીકરો તન્મય યાદવ મેક્સિકોમાં સારવાર લઈ રહ્યો છે. આ આખો પરિવાર વિદેશ અમેરિકામાં વસવાટ કરવાની ઘેલછાના કારણે આજે અલગ થઈ ગયો છે.
આ પણ વાંચો: પિતાના મિત્રએ જ 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, છોકરીને ઉલટીઓ થતા ભાંડો ફુટ્યો
બ્રિજેશ યાદવની વાત કરવામાં આવે તો બ્રિજેશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના છે પોતાના પરિવાર સાથે તેઓ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં આવેલ ગેલેક્સી સોસાયટીમાં છેલ્લા છ વર્ષથી વસવાટ કરે છે. સંયુક્ત પરિવાર સાથે બ્રિજેશ યાદવ વસવાટ કરે છે તેમના મોટાભાઈ અને ભાભી તથા તેમના માતા એ ગેલેક્સી સોસાયટીના ફ્લેટ નંબર 204માં રહે છે. બ્રિજેશ યાદવના પિતાજી બીએસએનએલ કંપનીમાં નોકરી કરતા હતા. જ્યારે બ્રિજેશ યાદવ ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટની કામગીરી કરતા હતા.
અમેરિકામાં ગેરકાયદેસર ઘુષણખોરીથી મોત !
મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશ કરતા મળ્યું મોત
જુઓ મૃતકના પરિવારની ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત#NewsUpdate #Gujarat #News18Gujarati pic.twitter.com/ZihahAXbVJ— News18Gujarati (@News18Guj) December 23, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: United states of america, કલોલ, ગાંધીનગર, ગુજરાત