12 લાખ ઘનફૂટ પથ્થર અને 4,480 મેટ્રિક ટન ચૂનાનો ઉપયોગ
ગોમતી તળાવ પાસે વિશાળ 24,594 ઘનફૂટ વિસ્તારમાં 5.5 ફૂટ ઊંડા પાયાનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. મ્યુઝિયમની વિશેષતા એ છે કે, આ દુનિયાનું સૌથી મોટું ચૂના અને પથ્થરનું સિંગલ ફાઉન્ડેશન રાફ્ટ હશે. સમગ્ર બાંધકામ પાછળ 12 લાખ ઘનફૂટ પથ્થર અને 4,480 મેટ્રિક ટન ચૂનાનો ઉપયોગ કરાશે. સમગ્ર બાંધકામમાં ક્યાંય ઈંટ, સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ નહીં થાય.
10 એપ્રિલ 2022 ના રોજ 108 સંતો અને 108 ભક્તો દ્વારા મ્યુઝિયમનો શિલાન્યાસ કરાયો હતો. પાયાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે પથ્થરોની ગોઠવણ સાથે મ્યુઝિયમની ગ્રાઉન્ડ લેવલની કામગીરી શરૂ થશે. ગાદીપતિ પૂ.રાકેશપ્રસાદજી મહાજના માર્ગદર્શન હેઠળ ચેરમેન પૂ.દેવપ્રકાસદાસજી, મુખ્ય કોઠારી ડો.સંત સ્વામી, સંત સમિતિના પ્રમુખ નૌતમ સ્વામી અને અન્ય સંતો પણ કામગીરીનું રાઉન્ડ ધ ક્લોક નિરીક્ષણ કરી રહ્યા છે.
તમારા શહેરમાંથી (આણંદ)
પિલર પર 1352 કમાન અને એક મુખ્ય ઘુમ્મટનો આધાર રહેશે
ચૂના અને પથ્થરના મિશ્રણથી બની રહેલા આ મ્યુઝિયમમાં પીલરની ભૂમિકા મહત્વની છે. જેના કારણે કુલ 1014 પીલર ઉભા કરવામાં આવનાર છે. જેના પર 1352 કમાન અને એક મુખ્ય ઘુમ્મટનો આધાર રહેશે. આ મ્યુઝિયમમાં ભગવાનની 52 ફૂટ ઊંચી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે, જે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
ચૂના-પથ્થરની બનાવટનું 2 હજાર વર્ષનું આયુષ્ય
આ મ્યુઝિયમમાં ચૂના અને પથ્થરનો ઉપયોગ થનાર છે, જેમાં સિમેન્ટ અને લોખંડના બદલે સેન્ડ સ્ટોન નામથી ઓળખાતા પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પથ્થર એટલા તો મજબૂત હોય છે કે 2 હજાર વર્ષ સુધી બાંધકામ મજબૂત રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Anand, Local 18, Swaminarayan, Vadtal