અમદાવાદ8 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ સાઇબર ક્રાઈમેં સોશિયલ મીડિયા મારફતે પ્રતિબંધિત ઈ સિગરેટનો વેપાર કરતા એક શખ્સની ધરપકડ કરી છે.આરોપી પાસેથી 97 જેટલી સિગરેટ કબજે પણ કરવામાં આવી છે.આરોપી પોતાના પાસે વેચવા પૂરતો જથ્થો રાખતો હતો જ્યારે બાકીનો જથ્થો ઘરે રાખતો હતો. હાલ આરોપીની ધરપકડ કરીને સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સાઇબર ક્રાઇમે બાતમીના આધારે મિરઝાપુર પાસેના ત્રણ ખૂણે બગીચા પાસેથી પ્રાઇમ સેન્ટર મોલમાં રહેતા અહેમદ નાગોરીની ધરપકડ કરી છે.આરોપી પાસેથી અલગ અલગ ફ્લેવરની 4 ઈ સિગરેટ કબજે કરવામાં આવી હતી.ત્યારબાદ આરોપીની વધુ પૂછપરછ કરતા વધારાનો જથ્થો પોતાના મકાનમાં છુપાવેલું હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે આરોપીના ઘરે રેડ કરી હતી જ્યા તપાસ કરતા અલગ અલગ ફ્લેવરની કુલ 97 જેટલી ઈ સિગરેટ મળી આવી હતી.આ તમામ સિગરેટ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં આરોપી ગેરકાયદેસર રીતે ઇ સિગરેટનું વેચાણ કરતો હતો.
સાયબર ક્રાઇમ કુલ ₹1,47,900ની સિગરેટ કબજે કરીને આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે.આરોપીની ધરપકડ કરીને ઈ સિગરેટ ક્યાંથી લાવતો હતો અને કોને વહેંચતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.સોશિયલ મીડિયા મારફતે ઇ સિગરેટનું વેચાણ થતું હોવાનું સાઈબર ક્રાઈમના ધ્યાને આવતા સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારે તપાસ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે.