Sunday, December 18, 2022

ભિલોડા મેઘરજ ધારાસભ્ય પી.સી. બરંડાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ ઉજવાયો; ગામડાને ગોકુળિયું બનાવવા જણાવ્યું | Bhiloda Meghraj MLA P.C. The event was celebrated under the chairmanship of Baranda; Asked to make the village gokuliya

અરવલ્લી (મોડાસા)17 મિનિટ પહેલા

આજકાલ નાનું બાળક હોય કે યુવાન હોય કે પછી ઉંમર વાળું દરેકનો જન્મ દિવસ એ દરેક માટે ખાસ દિવસ બનીને રહેતો હોય છે. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનો પણ જન્મ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. તે મુજબ મેઘરજના કુનોલ ગામે 76 વર્ષ જૂની પ્રા. શાળાનો જન્મ દિવસ ઉજવાયો હતો.

ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક પ્રા. શાળાનો જન્મ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. દેશના વડાપ્રધાન દ્વારા પણ દરેક પ્રા. શાળાઓનો જન્મ દિવસ ઉજવવા માટે કરેલી સૂચના મુજબ મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા કુનોલ ગામમાં અંગ્રેજ વખતથી ચાલતી પ્રા. શાળાનો જન્મ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ગામડાને ગોકુળિયું બનાવવા જણાવ્યું
ભિલોડા મેઘરજના નવા ચૂંટાયેલા ધારાસભ્ય પી.સી. બરંડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા શાળા જન્મદિવસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પી.સી. બરંડા એ ભિલોડા મેઘરજ પંથકમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકારમાંથી અવનવી યોજનાઓ લાવીને ગામડાના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર કક્ષાએ કોઈને કોઈ ક્ષેત્રમાં જળકે એવા પ્રયત્નો કરી ગામડાને ગોકુળિયું બનાવવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: