Anand's two friends make 30 types of khichdi sca – News18 Gujarati
ભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ચોખા અને દાળ વાપરીને તેમાંથી બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવમાંમાં સરળ હોવાથીથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ઘરમાં બનવામાં આવે છે.
ધ મટકા ખીચડીની શરૂઆત કઇ રીતે થઇ
ધ મટકા ખીચડી શોપની શરૂઆત બે મિત્રો અલ્પેશ મહેતા અને વિકાસ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. આ દુકાનની શરૂઆત લોકડાઉન સમયમાં કરવામાં આવી હતી. બંને મિત્રો તુલસી કાઠિયાવાડી હોટેલના વ્યવસાયમાં જોડાયેલા હતા અને બાર વર્ષનો અનુભવ હોટેલ વ્યવસાયનો હતો.
બંને મિત્રો અલગ અલગ પ્રકારની ખીચડી બનાવી લોકો માં ચાહના મેળવી રહ્યા છે.
ગુજરાતી થાળીમાં ખીચડી પીરસવામાં આવતી હતી અને ખીચડી હોટેલમાં બનાવમાં આવતી હતી. બંને મિત્રોએ ભેગા મળીને પ્રોડક્ટ વિચારી લીધું કે ખીચડીનો વ્યવસાય કરીએ અને તેમાં અલગ રીતે ખીચડીને બજારમાં મૂકવી. તે ચેલેન્જ હતું.
તમારા શહેરમાંથી (આણંદ)
વર્ષ 2019 માં સૌ પ્રથમવાર આણંદ જિલ્લામાં ધ મટકા ખીચડીની શરૂઆત થઇ. આ વ્યવસાયને અલ્પેશભાઈ મહેતા અને વિકાસભાઈ રાઠોડે ખીચડીને નવા રંગરૂપ લોકો સામે મૂકી. 30 પ્રકારની ખીચડી બનાવી સારી કમાણી કરી રહ્યા છે.
ખીચડી માટીનાં વાસણમાં બનાવમાં આવે છે
અલ્પેશ ભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આ મટકા ખીચડી માટીનાં વાસણમાં બનાવમાં આવે છે અને નાના મટકામાં પેક કરીને ગ્રાહકને આપવામાં આવે છે. માટીના વાસણમાં ખીચડીને બનાવમાં આવે તો તેની ન્યુટ્રીશન વેલ્યુ જળવાઈ રહે છે.
આ ખીચડીમાં ઓર્ગેનિક રૂપે તૈયાર કરેલા મસાલાનો વપરાશ કરવામાં આવે છે. આ ખીચડીનો ટેસ્ટ લોકોને પસંદ પડે છે. આ જગ્યા પર લોકો ખાવાનું પસંદ કરે છે.
10 પ્રકારની બિરિયાની બનાવવામાં આવે છે
આ સિવાય વેજિટેબલ બિરયાની પણ મળે છે. જેમાં 10 પ્રકારની બિરિયાની બનાવવામાં આવે છે. વેજ બિરિયાની, હૈદરાબાદી બિરિયાની, હાંડી બિરિયાની આમ જુદાજુદા પ્રકારની બને છે. તેમજ દશ પ્રકારના રાઈસ બનાવમાં આવે છે. જેમ કે છોલે રાઈસ, મસાલા રાઈસ, પનીર પુલાવ રાઈસનો સમાવેશ થાય છે.
નાના બાળકો થી લઈને વૃદ્ધ લોકો સુધી ઉંમરના વ્યક્તિને ધ્યાનમાં રાખીને ખીચડી બનાવમાં આવે છે. જેમાં યંગ લોકો મસાલા દાર ટેસ્ટમાં ખાવાનુ પસંદ કરે છે અને વૃદ્ધ લોકોની હેલ્થને ધ્યાનમાં રાખીને ઓટ્સ જેવી ખીચડી પણ બનાવમાં આવે છે.
30 પ્રકારની ખીચડીના નામ
પ્લેન ખીચડી, તુવેર દાળ પ્લેન ખીચડી,જલારામ ખીચડી, વઘારેલી ખીચડી, દાળ ખીચડી, બટર મસાલા દાળ ખીચડી, મસાલેદાર વેજ ખીચડી, કોર્ન પાલક ખીચડી, કોર્ન કેપ્સિકમ ખીચડી, હરે પ્યાજ કી લહસુની ખીચડી, મેગી મસાલા ખીચડી, કોર્ન ટમેટો ખીચડી, આચારી ખીચડી, ઓટ્સ ખીચડી, તડકા દાળ ખીચડી, તડકા
મસાલેદાર ખીચડી, તડકા મસાલેદાર વેજ ખીચડી, લસુની કોર્ન પાલક ખીચડી, સ્વામિનારાયણ ખીચડી, સેઝવાન ખીચડી, મટર પનીર ખીચડી, પનીર ટિક્કા ખીચડી, મયોનીઝ ખીચડી, સ્વીટ ડ્રાય ખીચડી, પાલક પનીર ખીચડી, ચીઝ કોર્ન પાલક ખીચડી, ચીઝ કોર્ન પેપ્સિકમ ખીચડી, ચીઝ લસનીયા ખીચડી, રોયલ રજવાડી ખીચડી, કાજુ લસનીયા ખીચડી ,ટી એમ કે ખીચડી,
કેટલા રૂપિયામાં વેચાય છે
નાનાં મટકામાં 110થી લઈને 190 રૂપિયા સુધીમાં ખીચડી વેચાઈ છે. જેમાં એકથી બે લોકો ખાઇ શકે છે અને મોટા મટકા માં 330 થી લઈને 570 રૂપિયા સુધીમાં ખીચડી વેચાઈ છે.
મોટા મટકામાં ત્રણ લોકો ખાઇ શકે છે સાથે સલાડ, પાપડ, દહી આપવામાં આવે છે. રાબેતા મુજબ રોજ ધ મટકા ખીચડીની દુકાને અંદાજે સવારથી લઈને સાંજ સુધીમાં ઘણા બધા ગ્રાહક આવે છે અને એક દિવસમાં દુકાન પર 80 જેટલા ઓડેર મળે છે.
વિવિધ શહેરમાં ફ્રેનચાઈઝી
આ ધ મટકા ખીચડીનાં રચેતા આણંદના બે મિત્રો છે. આ શોપની ફ્રેનચાઈઝી પણ જુદાજુદા શહેરમાં આપી ચૂક્યા છે. જેમાં ગાંધીનગર,અમદાવાદ, ભરૂચ, વિસનગર, વડોદરા જેવા મોટા શહેરોમાં ધ મટકા ખીચડીની શોપ આવેલી છે. આવનારા દિવસોમાં ધ મટકા ખીચડીનાં આઉટલેટ ઘણી બધી જગ્યા પર ખુલશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Anand, Famous Food, Khichadi, Local 18
Post a Comment