ભાવનગર22 મિનિટ પહેલા
- કૉપી લિંક
- નમૂનાની શાળાઓમાં અજમાયશી ધોરણે કામગીરી શરૂ કરાઈ
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં અમલીકૃત ગુણોત્સવ 2.0 પ્રોગ્રામની જેમ હવેથી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણોત્સવ 2.0 પ્રોગ્રામની અમલવારીનું આયોજન છે તેમ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદે જણાવ્યું છે. આ હેતુથી 21 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી નમૂનાની શાળાઓમાં અજમાયશી ધોરણે એક્રેડીટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ કામગીરી માટે જીસીઈઆરટી દ્વારા જિલ્લાના અધિકારીઓને ગત તારીખ 12 થી 14 ડિસેમ્બર દરમિયાન જરૂરી તાલીમ આપવામાં આવી હતી અને આ અધિકારીઓના માધ્યમથી જે તે જિલ્લામાં નમૂનાની શાળાઓમાં સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા અજમાયશની કામગીરી હાથ ધરવાની છે.
શાળાઓને એક્રેડિટેશન પ્રક્રિયામાં જરૂરી સહયોગ આપવા જરૂરી આદેશ કરવા માટે જીસીઈઆરટીના સચિવ વી. આર. ગોસાઈએ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તાકીદ કરી છે. ભાવનગરમાં પણ આ રીતે પસંદગીની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્કૂલ એક્રેડીટેશનની પ્રક્રિયા છે તેમ ભાવનગરના ડીઇઓ સંજયભાઇ વ્યાસે જણાવ્યું હતુ.