Saturday, December 24, 2022

ગેરકાયદે USમાં ઘૂસવા જતા કલોલના યુવાનના મોત બાદ પોલીસ તપાસનો ધમધમાટ, ઉ. ગુજરાતની ગેંગ પર શંકા | Police investigation stirs after death of Kalol youth trying to enter US illegally, Doubts on north Gujarat gangs

25 મિનિટ પહેલા

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા જતા ગુજરાતના વધુ એક યુવકનું મેક્સિકો બોર્ડર ક્રોસ કરતી વેળાએ મૃત્યુ થયું છે. આ ઘટનાને પગલે ગુજરાત પોલીસે કબુતરબાજી તરફની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. એકાદ વર્ષ પહેલાં ડિંગુચાના પરિવારના કેનેડાની બોર્ડર પર હિમપ્રપાતથી મોત બાદ કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હવે કલોલના યુવકને મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસાડવામાં એ જ ઉત્તર ગુજરાતની ગેંગનો હાથ છે કે કેમ તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.

ગેરકાયદે લોકોને US ઘૂસાડવાનું વ્યવસ્થિત કૌભાંડ
ઉત્તર ગુજરાતમાં એક મોટી ગેંગ સક્રિય છે અને તે વ્યવસ્થિત રીતે એજન્ટો દ્વારા કરોડો રુપિયા પડાવીને લોકોને ગેરકાયદે અમેરિકા ઘૂસાડી રહી છે. અનેક લોકો સોનેરી ભવિષ્યની શોધમાં પોતાની કીમતી વસ્તુઓ ગીરવે મૂકીને કે વેચીને પણ વિદેશ જવા દોડ મુકતા હોય છે. પરંતુ ગેરકાયદેસર રસ્તાઓ અખત્યાર કરવા જતા તેઓ પોતાના અને પરિવારજનોના જીવ જોખમમાં મૂકે છે. કલોલના છત્રાલના યુવાન બ્રિજ યાદવનો તાજેતરનો કિસ્સો આ વાતની ગવાહી પૂરે છે. બ્રિજનો પરિવાર મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે ટ્રમ્પવોલ કૂદી રહ્યો હતો ત્યારે એક અકસ્માત થયો. તે સમયે નીચે પડી જતાં બ્રિજનું મોત થયું છે. જ્યારે તેના પત્ની ગંભીર હાલતે છે અને માસૂમ ત્રણ વર્ષનો પૂત્ર બેસહારા હાલતમાં છે.

મૃતક યુવક અને તેનો પુત્ર.

મૃતક યુવક અને તેનો પુત્ર.

પોલીસની ટીમ તપાસ માટે કલોલના છત્રાલ પહોંચી
આ આખી વાત સામે આવ્યા બાદ ગુજરાત પોલીસે અમેરિકામાં ગેરકાયદેસર લોકોને ઘૂસાડનારી ગેંગને શોધવા તપાસનો ધમધમાટ આરંભ્યો છે. આ માટે ગુજરાત પોલીસની એક ટીમ ક્લોલના છત્રાલ પહોચી છે. જે પોતનો પ્રાથમિક રિપોર્ટ પોલીસવડા અને સરકારને સોંપશે. અત્યારે તો પોલીસ બ્રિજ અને તેના પરિવાર સહિત અન્ય લોકોની ખેપને મેક્સિકો મોકલનારા એજન્ટ તથા બાકીની ચેઈનના સભ્યોની શોધમાં લાગી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર.

પ્રતીકાત્મક તસવીર.

બ્રિજ યાદવના મોત અંગે મૂંઝવતા પ્રશ્નો
1. ફેમિલી કહે છે, બ્રિજની ઉંમર 30ની આસપાસ હતી તો યુએસના રિપોર્ટમાં કેમ 40 વર્ષ?
2. શું બ્રિજ અને તેની પત્ની-પુત્ર નકલી પાસપોર્ટના સહારે મેક્સિકો પહોંચ્યા હતા?
3. કલોલ GIDCમાં સામાન્ય નોકરી કરતા બ્રિજે 1 કરોડ આપ્યા તો કઈ રીતે આપ્યા?
4. સામાન્ય ઘરના સામાન્ય પરિવારના યુવાને આટલા નાણાંની વ્યવસ્થા ક્યાંથી કરી?
5. શું યુએસમાં પહોંચ્યા બાદ સામે બ્રિજ અને પરિવારને કોઈ સપોર્ટ કરવાનું હતું?
6. ડિંગુચાના પરિવાર બાદ પણ ઉત્તર ગુજરાતમાં શું હજી પણ કબૂતરબાજી ચાલે છે?

એક વર્ષ પહેલાં ડીંગુચાના 4 ગુજરાતીનું પણ મોત થયું હતું
ગત જાન્યુઆરી-2022માં કેનેડા બોર્ડર પર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના ચાર ગુજરાતીના ઠંડીમાં ઠુંઠવાતા મોત થયા હતા. આ ચારમાં જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલી પટેલ, પુત્રી વિહાંગી પટેલ તથા પુત્ર ધાર્મિક પટેલનો સમાવેશ થતો હતો. ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી રહેલા આ ચારેયના 19 જાન્યુઆરીએ કેનેડા પોલીસને મૃતદેહ મળ્યા હતા. 12 જાન્યુઆરીએ પટેલ પરિવાર કેનેડા પહોંચ્યો હતો. 18 તારીખે પટેલ પરિવાર એમરસન પહોંચ્યો હતો. ગુજરાતમાંથી અનેક લોકો ગેરકાયદેસર માધ્યમે વિદેશ જવા પ્રયાસ કરતા હોય છે પરંતુ ઘણી વખત વિદેશ જવાની ઘેલછા તેમને મોતના મુખમાં દકેલી દે છે.

પ્રતીકાત્મક તસવીર. હિમવર્ષાને કારણે મેક્સિકોથી એજન્ટો ઘૂસણખોરી કરાવે છે.

પ્રતીકાત્મક તસવીર. હિમવર્ષાને કારણે મેક્સિકોથી એજન્ટો ઘૂસણખોરી કરાવે છે.

છત્રાલનું ડિંગુચા સાથે કનેક્શન? પોલીસ તપાસ જારી
છત્રાલના યુવકના મેક્સિકો બોર્ડરે મોતની ગંભીર ઘટનાની જાણ થતા ગુજરાત પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે. આમેય ઉત્તર ગુજરાતના કેટલાક એજન્ટો અને તેમની ગેંગ આ પ્રકારે મેક્સિકો બોર્ડરથી લોકોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવવા માટેનું રેકેટ ચલાવે છે. હવે આ ગેંગના મૂળ સુધી જવા પોલીસ અગાઉના એજન્ટોનું કનેક્શન તેમજ અગાઉ જે ડિંગુચાનો પરિવાર મૃત્યુ પામ્યો હતો તેના એજન્ટ સાથે આ કનેક્શન છે કે નહીં તે શોધવા સક્રિય બની છે. પોલીસને શંકા છે કે ઉત્તર ગુજરાતમાંથી વિદેશ જવા માટે જે સિન્ડિકેટ કામ કરે છે તે જ આમાં એક્ટિવ હોઈ શકે છે. એટલે હવે આ કોણ છે તેને શોધવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

મેક્સિકો કઈ રીતે પહોંચ્યા તે દિશામાં તપાસ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે છત્રાલના આ પરિવારના ઘરે પોલીસની એક ટીમ પહોંચી હતી. ગાંધીનગરથી મળેલી સૂચના બાદ આ ટીમ મોકલવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ એજન્ટ કે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે તપાસવા માટે ગઈ હતી. હવે આ લોકો કઈ રીતે એજન્ટોના સંપર્કમાં આવ્યા અથવા કઈ રીતે મેક્સિકો બોર્ડર પહોંચ્યા તે લિંક શોધવાની કડીઓ મેળવવા માટે ગુજરાત પોલીસ પ્રયત્નશીલ છે. અહીંથી પ્રાથમિક વિગત મેળવીને રાજ્યના પોલીસ વડા અને સરકાર સુધી વિગત પહોંચાડશે.

આ પણ વાંચો:

ગુજરાતીઓને અમેરિકા જવાનો મોહ કેમ છે?:આખો પરિવાર ગુમાવનાર ડિંગુચાના બળદેવભાઈએ કહ્યું-‘અહીં કામ ઘણું છે, પણ કોઈને કરવું નથી, દેખાદેખી વધી ગઈ’

ઈમિગ્રેશન કૌભાંડની અંદરની વાત:કેનેડા બોર્ડર પર થીજી જનારા ડિંગુચાના પરિવારનો અસલી માસ્ટર માઇન્ડ બોબી પટેલ, કોણ છે આ બહુરૂપિયો એજન્ટ?

CID ક્રાઈમની તપાસમાં ઘટસ્ફોટ: ડિંગુચા પરિવાર સાથે ગયેલા 7 લોકો અમેરિકામાં પહોંચી ગયા,એક વ્યક્તિએ ધોરણ 10-12ની ખોટી માર્કશીટથી કેનેડામાં એડમિશન લઈ લીધું

અન્ય સમાચારો પણ છે…

Related Posts: