Saturday, December 17, 2022

વલસાડમાં સ્ટેશનરીની દુકાન સંચાલીકને જાતી વિશેષ અપમાન જનક શબ્દો બોલવાના કેસમાં સંડોવાયેલા આરોપીના જામીન નામંજૂર | Bail denied to the accused involved in the case of uttering particularly insulting words to the manager of a stationery shop in Valsad.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Bail Denied To The Accused Involved In The Case Of Uttering Particularly Insulting Words To The Manager Of A Stationery Shop In Valsad.

વલસાડ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડના ચણવાઈ ખાતે આવેલી એક સ્ટેશનરીની દુકાન સંચાલિકાએ એક મહિલા પાસે રૂ.50 હજાર વ્યાજે લીધા હતા. જે બાદ મહિલાને 30 હજાર ચૂકવી દીધા હતા. તેમ છત્તા ખાનગી બેન્કમાંથી મહિલા સંચાલકના 3 મિત્રોના નામેથી કુલ 1.80 લાખની લોન ઉપાડી લીધી હતી. મહિલાને કાઝી સ્ટ્રીટ ઉપર બોલાવી જાતી વિશે અપમાન જનક શબ્દો બોલી માર મારવાના કેસમાં સંડોવાયેલા નઝમુદ્દીન ફકરૂદીન કાઝીએ વલસાડની એટ્રોસીટી કોર્ટમાં પોલીસ ધરપકડથી બચવા આગોતરી જામીન અરજી કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ધ્યાને રાખીને એટ્રોસીટી એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજે નઝમુદ્દીન ફકરૂદીન કાઝીના આગોતરા જામીન ફગાવી દીધા હતા.
રૂ. 30 હજાર ચૂકવી દીધા છત્તા વધુ રકમ બાકી હોવાનું બતાવ્યું
વલસાડના ચણવઈ વિસ્તારમાં એક સ્ટેશનરી દુકાન સંચાલીકને ગત વર્ષ દરમિયાન રૂ 50 હજારની જરૂરત ઉભી થતા કાઝી પરિવારની મહિલા પાસેથી રૂ 50 હજાર વ્યાજે લીધા હતા. રૂકન સંચાલિકાએ તબક્કાવાર કાઝી પરિવારની મહિલાને રૂ. 30 હજાર ચૂકવી દીધા હતા. તેમ છત્તા પરિવારના સભ્યો દ્વારા 1.20 લાખ રૂપિયા બાકી બતાવ્યા હતા. દુકાન સંચાલીકને ફોન કરીને બાકી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતા.
5 ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી
આ દરમિયાન મહિલાની 3 મિત્રોના નામે ખાનગી બેન્કમાંથી કુલ 1.80 લાખની લોન ઉપાડી સ્ટેશનરીની દુકાન સંચાલીકને લોન ભરપાઈ કરવા જણાવ્યું હતું. દુકાન સંચાલિકાએ લોન ભરી રહી હતી. દરમ્યાન બેંકના થોડા હપ્તા મહિલા ચુકી જતા કાઝી પરિવારની મહિલાએ સ્ટેશનરીની દુકાન સંચાલીકને પોતાના ઘરે બોલાવી મહિલાને માર માર્યો હતો. જ્યારે નઝમુદ્દીન ફકરૂદીન કાઝીએ સ્ટેશનરીની દુકાન સંચાલીકને અપમાનજનક અને જાતિવિશેષ શબ્દો બોલ્યા હતા. તે ઘટનાને લઈને દુકાન સંચાલિકાએ વલસાડ રૂરલ પોલીસ મથકે એટ્રોસીટી મુજબ નઝમુદ્દીન ફકરૂદીન કાઝી સહિત 5 ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટે જામીન નામંજૂર કરતો હુકમ કર્યો
આ કેસમાં વલસાડની એટ્રોસીટી એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં આજરોજ નઝમુદ્દીન ફકરૂદીન કાઝીએ પોલીસ ધડપકડથી બચવા આગોતરા જામીન રજુ કર્યા હતા. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની એટ્રોસીટી એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ ટી વી આહુજા એ નઝમુદ્દીન ફકરૂદીન કાઝીના આગોતરા જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…