કચ્છ (ભુજ )3 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભુજમાં આજે શનિવારે સત્તાપક્ષ ભાજપે વિરોધ પ્રદર્શન કરી પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોનું પૂતળું બાડયું હતું. પાક વિદેશમંત્રીએ UNSCમાં દેશના પીએમ મોદી વિશે આપેલા બિન સંસદીય નિવેદન મુદ્દે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પક્ષના કાર્યાલય બહાર 100 જેટલા ભાઈ બહેન કાર્યકર્તાઓએ પાક.મંત્રી બિલાવલનું પૂતળું બાળી પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા. બાદમાં રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી દેશના વડાપ્રધાનનું અપમાન એ દેશનું અપમાન હોવાનું જણાવી પાકિસ્તાનના નિવેદનને વખોડતું આવેદનપત્ર તંત્ર સમક્ષ પાઠવ્યું હતું.

ગઈકાલે સામે આવેલા પાક.વિદેશ મંત્રી બિલાવલના નિવેદન બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વેળાએ મોરચાના પ્રમુખ તાપસ શાહ, મંત્રી શિતલ શાહ, ઉપ પ્રમુખ જયત મધાપરિયા, રાહુલ ગોર, પરાગ સંજોટ વગેરે આગેવાનો કાર્યકરોએ પાકિસ્તાન વિરોધી નારેબાજી કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
