Monday, December 12, 2022

Bhavnagar: આશાવર્કસ બહેનોએ ચૂંટણીલક્ષી કામના મહેનતાણું આપવા અંગે કરી રજૂઆત

હવે ચૂંટણીઓ પૂર્ણ થઈ છે ત્યારે આશા વર્કસ બહેનો દ્વારા તેમને ચૂંટણીલક્ષી કામનું મહેનતાણું ન મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ નિયમ મુજબ કામ લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

TV9 ગુજરાતી

| સંપાદિત: માનસી ઉપાધ્યાય

ડિસે 12, 2022 | 11:45 PM

ભાવનગરના મહુવા તાલુકાની આશાવર્કર બહેનો વિવિધ પડતર માગને લઈ રોષે ભરાઈ છે.  વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આશાવર્કરોએ પ્રાંત અધિકારીને આવેદન આપી રજૂઆત કરી. આશાવર્કરોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ મહિનાથી તેમની માગ સ્વીકારવામાં આવી નથી. ચૂંટણી કામગીરીનું કોઈપણ પ્રકારનું મહેનતાણુ આપવામાં આવ્યું નથી. એટલું જ નહીં સરકારે પરિપત્ર જાહેર કર્યો હોવા છતાં મહેનતાણું ન ચૂકવાતું હોવાનો આક્ષેપ છે તો સરકારના નિયમ મુજબ કામ પર લેવામાં આવે તેવી પણ માગ કરી છે. જો તેમની માગ ટૂંક સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આશા વર્કસ બહેનોની વિવિધ માગણીના સંદર્ભે  ભાવનગરના તંત્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે.

નોંધનીય છે કે હવે ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, ત્યારે આશા વર્કસ બહેનો દ્વારા તેમને ચૂંટણીલક્ષી કામનું મહેનતાણું ન મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ નિયમ મુજબ કામ લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

નોંધનીયછે કે આશા વર્કર બહેનોને ઓગસ્ટ મહિનામાં તેમના ભથ્થામાં રૂપિયા 200નો વધારો કરી આપવામાં આવ્યો હતો. આશા બહેનો દ્વારા જે માંગણીઓ કરાઈ છે જેમાં મુખ્યત્વે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 3000 માસિક ભથ્થું અપાય છે એમાં રૂપિયા 2000નો વધારો કરી આપવા માટે કમિટી એ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો ત્યારે ભાવનગર જિલ્લામાં હવે આશાવર્કર બહેનોએ ચૂંટણીલક્ષી  કામના મહેનતાણા માટે  રજૂઆત કરી છે.

Related Posts: