આરોપીઓને રાખવા બાંધવો પડ્યો મંડપ

ભરતસિંહ વાઢેર, વલસાડ: થર્ટી ફ્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ પર છે. આ વખતે દારૂની હેરાફેરી પર રોક લગાવવા અને નશાની હાલતમાં જડપાતા શોખીનોને સબક શીખવવા વલસાડ જિલ્લા પોલીસે વિશેષ એક્સન પ્લાન તૈયાર કર્યો છે. જેના ભાગરૂપે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાય જ વાપી પોલીસે સપાટો બોલાવતા 150થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. આથી પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં આરોપીઓને લવાતા પોલીસ સ્ટેશનના લોકઅપ પણ હાઉસફૂલ થઈ ગયા હતા.

આરોપીઓને રાખવા મંડપ બાંધવો પડ્યો

ઉલ્લેખનીય છે કે, આરોપીઓને રાખવા પોલીસ સ્ટેશનની બહાર મંડપ બાંધવો પડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લામાંની હદ પર સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તથા મહારાષ્ટ્રને અડીને આવેલી છે. આ તમામ પ્રદેશોમાં દારૂની છૂટ છે. આથી 31મી ડીસેમ્બર  અને નવા વર્ષની ઉજવણી માટે બૂટલેગરો અવનવી તરકીબો કરી મોટા પ્રમાણમાં આ પ્રદેશોમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. જેના પર રોક લગાવવા માટે અને નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનોને સબક શીખવવા દર વર્ષે પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષ નિમિત્તે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે.આ પણ વાંચો: નવા વર્ષની ઉજવણીને વલસાડ પોલીસ એક્શન મોડમાં

પોલીસે તમામ ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું

આ સાથે જિલ્લાને સ્પર્શતી આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ વખતે પણ વલસાડ જિલ્લાની 35 આંતરરાજ્ય ચેક પોસ્ટો પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં દારૂ લઇને કે નશાની હાલતમાં રાજ્યમાં પ્રવેશતા શોખીનોને પોલીસ દ્વારા સબક  શીખવવામાં આવી રહ્યો છે. આંતર રાજ્ય ચેકપોસ્ટો પર બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે શોખીનો નશાની હાલતમાં ઝડપાય છે, તેમને પોલીસ સ્ટેશન લાવી અને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો: હોટલ હિલ સ્ટોનમા ચાલતું હતું કુટણખાનું; ગ્રાહકો દીઠ ઉઘરાવતા હતા 2000 રૂપિયા

150થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા

થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ વાપી અને દમણની હદ પર આવેલા કચી ગામ અને ડાભેલ ચેકપોસ્ટ પરથી 150થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી પોલીસે તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ મોટી સંખ્યામાં આરોપીઓને પોલીસ સ્ટેશન લવાતા પોલીસ સ્ટેશનના લોકઅપ પણ હાઉસફૂલ થઈ ગયા હતા. આથી આરોપીઓને રાખવા પોલીસે મંડપ બંધાવ્યો હતો. આમ વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં આ રીતે સધન ચેકિંગ કરવામાં  આવી રહ્યું છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ફાર્મ હાઉસો અને બંગલાઓ પર પોલીસની બાજ નજર છે. આ સાથે જ જિલ્લાના તમામ અંતરિયાળ અને મુખ્ય માર્ગો પર પણ પોલીસ દ્વારા સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

તમારા શહેરમાંથી (વલસાડ)

Published by:Vimal Prajapati

First published:

Tags: 31st Dec Party, 31st december, 31st Party, Valsad police

Previous Post Next Post