રાયસણમાં નાના ભાઈના ઘરે માતાને પુષ્પાંજલિ અર્પી અને વગર પગરખે કાંધ આપી, સિક્યુરિટી પણ નજીક ન દેખાઈ | PM modi taken part in cremation of mother heeraba modi people says him karmyogi

31 મિનિટ પહેલા

શુક્રવારે 30મી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100 વર્ષના માતા હીરાબા મોદી પંચમહાભૂતમાં વિલીન થયાં છે. યુએન મહેતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેની જાણકારી ખુદ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આપી હતી. ત્યારબાદ તેઓ રાયસણ પહોંચ્યા હતા. નાના ભાઈ પંકજ મોદીના ઘરેથી હીરાબાની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં વડાપ્રધાને પોતાની માતાને ભારે હૈયે પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ તેમના અંતિમયાત્રામાં કાંઘ આપી હતી. અંતિમ યાત્રા દરમિયાન વડાપ્રધાને પોતાનું પુત્ર તરીકેનું ઋણ ચુકવ્યું હતું. તેઓ માતાને કાંધ આપી ત્યારે પોતાના પગરખાં સુધ્ધાં પહેરવાનું ભૂલી ગયા હતા. તેઓ માતાની વિદાયને ભારે હૈયે આંખોની પાંપણમાં બચાવી રાખ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર સેક્ટર 30ના સ્મશાનગૃહ ખાતે માતાને અન્ય ભાઈઓ સાથે મુખાગ્નિ આપી હતી.

સાદગીમાં માને વિદાય આપી
શુક્રવારે 30મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને અંતિમ વિદાય આપી હતી. ગઈકાલે મોડી રાતે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેમનું નિધન થયું તેની જાણકારી તેમણે જ આપી હતી. પછી દિલ્હીથી રાયસણ પહોંચીને માતાની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને કાંધ આપી હતી. આ દરમિયાન લોકોમાં તેમની સાદગીની ચર્ચા થઈ હતી. જેમાં સોશિયલ મીડિયામાં કહેવામાં આવ્યું હતું કે, રાતના સાડા ત્રણ વાગ્યે હીરાબાના નિધનની હોસ્પિટલે જાહેર કર્યું. 6 વાગ્યે લોકોને જાણ કરાઈ, સાડા નવ વાગ્યે અંતિમ સંસ્કાર કરાયા અને આ દરમિયાન ક્યાંય ટ્રાફિક જામ ન હતો કે ન તો કોઈ વીઆઈપીની વિઝિટ હતી. એટલું જ નહીં, કોઈ કોઈ ફેન કે લોકો સ્લોગન સાથે દેખાયા હતા. એકદમ સાદગીમાં વડાપ્રધાને પોતાની જનેતાને વિદાય આપી હતી.

માતા હીરાબાએ દીકરાને દેશનો વડાપ્રધાન બનતો જોયો
નરેન્દ્ર મોદીને વહાલથી રમાડીને દેશના વડાપ્રધાન સુધીના શિલ્પી એવા હીરાબાને અંતિમ વિદાય એકદમ સાદગીમાં થઈ હતી. હીરાબાએ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનતાં જોયા છે. તેમણે દીકરાના સંઘર્ષને પણ જોયો હતો. સતત 20 વર્ષ સુધીના મોદી યુગના માતા હીરાબા સાક્ષી રહ્યા છે.

હીરાબાની વિદાય અને મોદીની કર્તવ્યનિષ્ઠા

  • રાત્રે 3:30 વાગ્યે હોસ્પિટલે હીરાબાનું નિધન થયાનું જાહેર કર્યુ
  • સવારે 6.02 વાગ્યે PMની ટ્વિટ શાનદાર શતાબ્દીનો ઈશ્વર ચરણોમાં વિરામ…
  • સવારે 9.30 વાગ્યે હીરાબાના અંતિમ સંસ્કાર
  • સવારે 11 વાગ્યે PMએ રાજભવનથી વીડિયો કોન્ફરન્સિંગથી વંદે ભારતને લીલી ઝંડી આપી
  • સાંજે 5 વાગ્યે PM રાયસણ પહોંચી પરિજનોને મળ્યાં
  • સાંજે 6-30 વાગ્યે દિલ્હી રવાના થયા
  • રાત્રે 7-30 વાગ્યે દિલ્હી પહોંચ્યા

હીરાબાની અંતિમયાત્રા અને ભાવુક મોદી…

હીરાબાને મુખાગ્નિ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

હીરાબાને મુખાગ્નિ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદી અંતિમસંસ્કારની વિધિ પૂર્ણ કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદી અંતિમસંસ્કારની વિધિ પૂર્ણ કરી રહ્યા છે.

મોદીએ માતાના પાર્થિવદેહને કાંધ આપી હતી, તેઓ ગાંધીનગરના ઘરેથી નીકળ્યા હતા.

મોદીએ માતાના પાર્થિવદેહને કાંધ આપી હતી, તેઓ ગાંધીનગરના ઘરેથી નીકળ્યા હતા.

પીએમ મોદીએ ગાંધીનગર સ્થિત તેમના ઘરે માતા હીરાબાને ફૂલ અર્પણ કર્યા હતા.

પીએમ મોદીએ ગાંધીનગર સ્થિત તેમના ઘરે માતા હીરાબાને ફૂલ અર્પણ કર્યા હતા.

હીરાબાની અંતિમયાત્રાના ફોટો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાના પાર્થિવદેહ સાથે શબવાહિનીમાં બેઠા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાના પાર્થિવદેહ સાથે શબવાહિનીમાં બેઠા હતા.

તસવીર ગાંધીનગરના સેક્ટર-30 સ્મશાનઘાટની છે.

તસવીર ગાંધીનગરના સેક્ટર-30 સ્મશાનઘાટની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું હતું. શુક્રવારે નરેન્દ્ર મોદી વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે તેમનાં અંતિમદર્શન કર્યા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.

નિર્ધારીત કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી રાજભવનથી નીકળી રાયસણ પહોંચ્યા હતાં. ત્યારબાદ તેઓ પરિજનોને મળીને ત્યાંથી એરપોર્ટ જવા રવાના થયા હતા. ત્યાંથી તેઓ દિલ્હી રવાના થયા હતા અને સાડા સાત વાગ્યે પીએમ નિવાસ પહોંચ્યા હતા.

હીરાબા મોદીનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. 100 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. મંગળવારે મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને કફની ફરિયાદ પણ હતી.

મોદીએ પોતે ટ્વીટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. એ બાદ સવારે 7.45 કલાકે અમદાવાદ પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા ગાંધીનગરના રાયસણ ગામમાં ભાઈ પંકજ મોદીના ઘરે ગયા હતા. મૃતદેહને અહીં રાખવામાં આવ્યો હતો. મોદી પહોંચતાં જ હીરાબાની અંતિમયાત્રા શરૂ થઈ ગઈ હતી. સેક્ટર-30 સ્થિત સ્મશાનભૂમિ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

મોદીએ તેમનો નિર્ધારિત કોઈપણ કાર્યક્રમને રદ કર્યો નથી. અંતિમસંસ્કાર બાદ તેઓ સીધા અમદાવાદના રાજભવન ગયા હતા. અહીંથી જ તેઓ રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.

PMએ દીકરા તરીકેની ફરજ નિભાવ્યા પછી હવે વડાપ્રધાન તરીકેની ફરજ પણ બજાવી છે. તેઓ ગાંધીનગર રાજભવનથી વીડિયો-કોન્ફરન્સથી જોડાયા હતા. વીડિયો-કોન્ફરન્સથી તેમણે બંગાળને વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. તેમણે હાવડા-ન્યુ જલપાઈગુડી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

બંગાળમાં આજે પીએમ મોદી 7,800 કરોડથી વધુના ડેવલપમેન્ટ પ્રોજેક્ટોની શરુઆત કરાવશે. તેમાં કોલકાતા મેટ્રોની પર્પલ લાઈનના જોકા-તારાતલા ફેઝનું ઉદ્ધાટન, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેનું સૌથી મોટા સ્ટેશનોમાંથી એક ન્યુ જલપાઈગુડી રેલવે સ્ટેશનનું 334.72 કરોડ રુપિયાના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે.

ગાંધીનગર સ્થિત ઘરેથી માતાના પાર્થિવદેહને શબવાહિની સુધી લઈ જતા પીએમ મોદી.

ગાંધીનગર સ્થિત ઘરેથી માતાના પાર્થિવદેહને શબવાહિની સુધી લઈ જતા પીએમ મોદી.

વડાપ્રધાન મોદી અંતિમસંસ્કાર બાદ તમામ નિર્ધારિત કાર્યક્રમોમાં ભાગ લીધો
PMOએ ટ્વીટ કરીને માહિતી આપી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમસંસ્કાર પછી તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપી. તેઓ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બંગાળમાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કર્યો. પહેલા વડાપ્રધાને બંગાળ જવાનું હતું. અહીં સ્વચ્છ ગંગા મિશનના પ્રોજેક્ટના ઉદઘાટન દરમિયાન બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ઉપરાંત ઉત્તરાખંડ અને ઝારખંડના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા.

શંકર સિંહ વાઘેલા મોદી પરિવાર સાથે સ્મશાન પહોંચ્યા હતા. અહીં તેમના મોદી સાથેના લાગણીભર્યા સંબંધો દેખાયા હતા.

આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

પીએમ મોદીએ ટ્વીટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં છે. માતામાં મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

રાજનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ…

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું- માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે. જેને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ છે.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા: લખ્યું- હીરાબા જીનું સંઘર્ષમય અને સદાચારી જીવન હંમેશા પ્રેરણાદાયી છે, જેમના પ્રેમ અને અખંડિતતાએ દેશને સફળ નેતૃત્વ આપ્યું. માતાની વિદાય એ એક અપુરતી ખોટ છે, આ ખાલીપણાને ભરવું અશક્ય છે.

યુપીના મુખ્યમંત્રી યોગી: ટ્વિટ કર્યું, એખ પુત્ર માટે માતા જ સમગ્ર દુનિયા હોય છે. માતાનું નિધન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. પીએમ મોદીજીના પૂજ્ય માતાનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રી રામ દિવંગત પવિત્ર આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે.

તેમણે અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમશ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારીયાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી.

અમિત શાહે ટ્વીટ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી હતી. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી.

હીરાબાના નિધનના સમાચાર જાણ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post