અમરોલીમાં વેપરીના ચકચારી ત્રિપલ મર્ડરમાં ઝડપાયેલા સગીરના પિતાની ધરપકડ, આરોપીઓને છુપાવવામાં અને મદદ કરવા બદલ કરાઈ ધરપકડ | Father of minor arrested in Vepri's Chakchari triple murder in Amroli, arrested for hiding and aiding the accused

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
વેપારી ત્રીપલ હત્યા કેસમાં ઝડપાયેલ સગીર આરોપીના પિતાની પોલીસે ધરપકડ કરી - Divya Bhaskar

વેપારી ત્રીપલ હત્યા કેસમાં ઝડપાયેલ સગીર આરોપીના પિતાની પોલીસે ધરપકડ કરી

સુરતના અમરોલી વિસ્તારમાં ચકચારી ત્રિપલ મર્ડર હત્યા પ્રકારણમાં અગાઉ પોલીસે એક સગીર સહીત બે આરોપીની ધરપકડ કરી હતી તેમજ આ સમગ્ર તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી ત્યારે હવે એસઆઈટીની ટીમે આ ચકચારી પ્રકરણમાં અગાઉ ઝડપાયેલા સગીરના પિતાની ધરપકડ કરી છે.

SIT ની ટીમે સગીર આરોપીના પિતાની કરી ધરપકડ

સુરતના અમરોલી સ્થિત વેદાંત ટેક્ષો નામની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નં. 8 માં 25 ડીસેમ્બરના રોજ એમ્બ્રોડરી કારખાનેદાર ધનજીભાઈ રણછોડભાઈ ધોળકિયા, તેમના પુત્ર કલ્પેશભાઈ ધોળકિયા અને સબંધી ઘનશ્યામભાઈ વાલજીભાઈ રજોડીયાની બે કારીગરોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં પોલીસે અગાઉ એક સગીર તેમજ આશિષ મહેશ્વર રાઉત નામના આરોપીની ધરપકડ કરી હતી તેમજ આ સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં એસઆઈટીની ટીમે સ્થળ તપાસ કરી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી. દરમ્યાન એસઆઈટીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ ગુનામાં એસઆઈટીની ટીમે અગાઉ ઝડપાયેલા સગીરના પિતાની પણ ધરપકડ કરી છે.

પિતાએ પુત્રને છુપાવા બદલ કરી ધરપકડ

પોલીસે જણાવ્યું હતું કે અગાઉ ઝડપાયેલા સીગરના પીતા રંકનિધિ ઉર્ફે રાકેશ પાંડવની ડાકુઆ ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ત્રિપલ મર્ડરના ગુનાને અંજામ આપ્યા બાદ સગીરના પિતાએ તેઓને છુપાવવા તથા અન્ય રીતે મદદગારી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

બંને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ કસ્ટડી થઈ

આ ચકચારી કેસમાં અમરોલી પોલીસે અગાઉ ઝડપેલા આરોપી આશીષ રાઉતના ગુનામાં વાપરેલા હથિયાર કબજે કરવા,મોબાઈલ કોલ ડીટેઈલ્સ મેળવવા,ગુનાઈત ઈતિહાસ તથા અન્ય આરોપીઓની સંડોવણીની તપાસ માટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જેની અવધિ પુરી થતાં કોર્ટે આરોપીને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post