Monday, December 26, 2022

બ્રાઝિલનાં મહાન ફૂટબોલર પેલેની કોલોન કેન્સર બાદ તબિયત ગંભીર, દીકરીએ શેર કર્યો ફોટો

Brazilian Footballer Pele In Hospital: બ્રાઝિલના ફૂટબોલ ખેલાડી પેલેની હાલત ગંભીર છે. બ્રાઝિલનો મહાન ફૂટબોલર હાલમાં સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ છે એવા સમાચાર ફૂટબોલના વર્લ્ડકપ વખતે જ આવ્યા હતા. તેમને સ્પેશિયલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમની તબિયત સતત બગડી રહી છે અને તેની અસર તેમની કિડની અને હૃદય પર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તેને કોલોન એટ્લે કે આંતરડાનું કેન્સર હોવાનું બહાર આવ્યું હતું.

પેલેને કેન્સર, ખરાબ કિડની અને હૃદયની સમસ્યાઓ સહિત અનેક બિમારીઓથી પીડિત છે. પેલેની પુત્રીએ “વધુ એક રાત પિતા સાથે” એવી કેપ્શન સાથે પોતાનો અને ફૂટબોલર પેલેનો હૃદયસ્પર્શી ફોટો શેર કર્યો હતો.

82 વર્ષીય દિગ્ગજ ફૂટબોલરને જોવા માટે નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. રવિવારે તેમનો પરિવારે હોસ્પિટલમાં જ ક્રિસમસની ઉજવણી કરી હતી. રવિવારે સવારે તેમની પુત્રી, કેલી નેસિમેન્ટોએ ઇન્સ્ટા પર એક કુટુંબનો ફોટો પોસ્ટ કર્યો હતો. 3 કલાક પહેલાં તેની ઇન્સ્ટા પોસ્ટમાં તે ભાવુક થઈ ગઈ હતી અને તેણે પિતા માટે લખ્યું હતું કે તેઓથી વધારે મહત્વનુ બીજું કઈ નથી. તેણે ચાહકો અને મિત્રોનો આભાર પણ માન્યો હતો અને લોકોને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી હતી.

Flávia Christina Kurtz Nascimento

આ પણ વાંચો: Virat Kohli Fight VIDEO: કોહલીની વિકેટ લઈને બોલરે કરી આછકલાઇ, વિરાટે મેદાન પર જ સાંભળવી, કોણ વચ્ચે પડ્યું જુઓ

બ્રાઝિલને ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું
પેલે બ્રાઝિલની ટિમમાંથી રમીને ત્રણ વખત ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન રહ્યા છે. એક પછી એક 1958 અને 1962 અને પછી છેલ્લી વખત 1970 માં વર્લ્ડકપ વિજેતા ટીમનો તેઓ હિસ્સો રહ્યા હતા. પેલે કુલ 4 વર્લ્ડ કપ રમ્યા હતા. એમાંથી ત્રણ જીત્યા હતા અને અત્યાર સુધી સૌથી વધુ વખત વર્લ્ડકપ જીતવાનો રેકોર્ડ પણ તેના નામે જ છે. ખરેખર તો ત્રણ વર્લ્ડ કપ જીતનારા તેઓ એકમાત્ર ખેલાડી છે. તેમણે 1971માં બ્રાઝિલ નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લીધી.

” isDesktop=”true” id=”1307818″ >

પેલેના દીકરા એડિન્હોએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પપ્પા… તમે મારી તાકાત છો.’ પેલેનો પુત્ર એડસન ચોલ્બી શનિવારે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તે એડિન્હો તરીકે ઓળખાય છે. પેલેની પુત્રી કેલી નેસિમેન્ટો પણ હોસ્પિટલમાં છે. પરિવારના લોકો તેઓને મળવા પહોંચી રહ્યા છે. અને તબિયત ખૂબ નાજુક હોવાનું માનવમાં આવી રહ્યું છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Celebrity Football, Footballer, ફુટબોલ

Related Posts: