ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અનેક દીકરીઓ અને મહિલાઓ ઘરે બેસી વેસ્ટ માંથી બેસ્ટ અને અવનવી પ્રવૃત્તિઓ કરી આર્થિક ઉપાર્જન મેળવી રહી છે. જેમાં ભરતકામ, સીવણ કામ, ફૂડ વેરાઈટી, શુશોભન સહિત અનેક ચીજ વસ્તુઓ મહિલાઓ ઘરે બેસી બનાવે છે.
અને ઘરે જ વેચાણ કરે છે.તેમને એક પ્લેટફોર્મ મળી રહે અને તેમની આવડત અને કારીગરીને લોકો ઓળખતા થાય તે માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા પ્રથમવાર રાઈઝ એન્ડ શાઈન ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.
સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્મ કરવામાં આવે
રોટરી ક્લબ ડીસા ડિવાઇનની મહિલાઓ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવે છે અને તેમાં પણ ખાસ મહિલાઓ જાતે આત્માનિર્ભર બને તેવા અનેક કાર્યક્રમ થકી મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવે છે.જેના ભાગરૂપે રોટરી ક્લબ ડીસા ડીવાઈનની મહિલાઓએ ત્રણ દિવસીય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં 42 જેટલા સ્ટોલ હતા
અહીં શોપિંગ,ગેમ,ફૂડ,અને કાર્નિવલ માં 42 જેટલા સ્ટોલ તૈયાર કર્યા હતા.જેમાં અનેક મહિલાઓએ ભાગ લીધો હતો.આ ત્રણ દિવસીય ફેસ્ટિવલમાં લોકો માટે એન્ટ્રી ફ્રી છે.
તેમજ આ ફેસ્ટિવલમાં કિડ્સ કોમ્પિટિશન, ડ્રોઈંગ અને આર્ટ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું છે. જેમાં વિજેતા ઉમેદવારને પ્રોત્સાહિત કરાયા હતા. આ સૌપ્રથમ રોટરી ક્લબ ડીસા ડિવાઇનની મહિલાઓ દ્વારા ત્રણ દિવસીય શોપિંગ કાર્નિવલનું આયોજન કરાયું છે.
મહિલાઓને પ્લેટફોર્મ મળી રહે તેવો હેતુ
અહીં માત્ર ડીસા જ નહીં,પરંતુ બનાસકાંઠા જિલ્લામાંથી અનેક લોકોએ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી.જેમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇનના આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર રીટાબેન પટેલ જણાવ્યું હતું કે, મહિલાઓ ઘરે રહીને ડ્રેસ, નાસ્તા, બાળગોપાલ કૃષ્ણ ભગવાનના કપડા, ખાખરા, સુશોભિત વસ્તુઓ પોતાની હાથની કલાથી બનાવી વેચાણ કરે છે.તેમને એક પ્લેટફોર્મ મળી રહે તે માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇનની મહિલાઓ આગળ આવી છે. રોટરી ક્લબ ડીસા ડિવાઇન ની મહિલાઓ એક અનોખું કાર્ય કર્યું છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskanatha, Local 18, Women Empowerment, Womens