ઉર્વશીની ઇનસ્ટા પોસ્ટ
આ ઘટના બાદ ઉર્વશી રૌતેલાએ ઇનસ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે કેપ્શન લખી હતી કે હું પ્રાર્થના કરું છું. જેને લઈને કોમેન્ટ સેક્શનમાં ફેંસના મિશ્ર પ્રતીભાવ જોવા મળ્યા હતા.
તો બીજી તરફ રોહિત શર્માની પત્ની રીતિકા સિંઘે ઇનસ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે શરમ આવવી જોઈએ કે લોકો કારણ વિના તેના ફોટોઝ શેર કરી રહ્યા છે. એક પરિવાર માટે આ અંગત અને દુઃખદ બાબત છે. જરા સંવેદનશીલતા રાખવી જોઈએ. તેના પરિવારજાણો અને મિત્રોને આ ફોટોઝ જોઈને કેવું દુઃખ થતું હશે એ તો વિચારો. આ પ્ર્કરના લખાણ સાથે તેણીએ ઇનસ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી.

ઋષભ પંત અકસ્માત પર રીતિકા સિંઘની ઇનસ્ટા સ્ટોરી
હરિયાણા રોડવેઝ બસના ડ્રાઈવર અને સ્ટાફે પંતનો જીવ બચાવ્યો હતો
હરિદ્વાર પોલીસના વરિષ્ઠ અધિક્ષક અજય સિંહે જણાવ્યું હતું કે પંત સૂઈ ગયા હતા અને તેમની મર્સિડીઝ બેન્ઝ કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ આગ લાગી હતી. હરિયાણા રોડવેઝની બસના ડ્રાઈવર અને બાકીના સ્ટાફે તેને સળગતી કારમાંથી બહાર કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ છે. ઈમરજન્સી યુનિટમાં પંતની સારવાર કરનારા ડૉ. સુશીલ નાગરે જણાવ્યું છે કે પંતને માથા અને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તેની વધુ તપાસ કરવી પડશે.
ઋુષભ પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો
તેણે કહ્યું, ‘જ્યારે તેને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ હોશમાં હતો અને મેં તેની સાથે પણ વાત કરી. તે ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ કરવા માંગતો હતો.’ તેણે કહ્યું, ‘તેને માથામાં ઈજા છે, પણ મેં તેને ટાંકા નથી નાખ્યા. મેં તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું જ્યાં પ્લાસ્ટિક સર્જન તેને જોઈ શકે. એક્સ-રે દર્શાવે છે કે કોઈ હાડકું તૂટ્યું નથી. જમણા ઘૂંટણમાં ઈજા છે અને તેની ગંભીરતા એમઆરઆઈ અથવા વધુ તપાસ દ્વારા જાણી શકાશે.
આ પણ વાંચો : ‘માથા પર કટ, ઘૂંટણની ઢાંકણીમાં પણ ઈજા..’ BCCIએ Rishabh Pantનું હેલ્થ અપડેટ રજુ કર્યું, જાણો આગળ શું થશે
મેક્સ હોસ્પિટલ, દેહરાદૂનના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આશિષ યાજ્ઞિકે જણાવ્યું હતું કે ઓર્થોપેડિક નિષ્ણાતો અને પ્લાસ્ટિક સર્જનોની એક ટીમ રિષભ પંતની સારવાર કરી રહી છે. પંતને શ્રીલંકા સામેની આગામી શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો છે કારણ કે તેણે ફેબ્રુઆરીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ પ્રોગ્રામ માટે NCAમાં જોડાવાનો છે. તેણે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. પંતે મીરપુર ખાતેની બીજી ટેસ્ટમાં 93 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર