મગદલ્લા પોલીસ લાઈનની બાજુમાં સુમનધારા એપાર્ટમેન્ટમાં રહેતા પુનમબેન ધીરજલાલ સોલંકી પીપલોદ ડુમસ રોડ ખાતે રંગોલી રેસ્ટોરન્ટની બાજુમાં એમીનન્ટ કાર પ્રા.લી નામની કંપનીના બી.એમ.ડબલ્યુ કારના શો રૂમમાં કેશિયર તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. પુનમબેન ગત તા ૩૦ નવેમ્બરના રોજ રોજના રાબેતા મુજબ ઓફિસમાં હતા.
આ પણ વાંચો: સુરતનાં વેપારીએ કર્યો આપઘાત, વાંચો અંતિમ ચિઠ્ઠી
તે વખતે બપોરના ત્રણેક વાગ્યાના આરસામાં શો રૂમમાં કામ કરતા એડવાઈઝર સાથે ફોર વ્હીલ ગાડીઓની એસેસરીઝ બાબતે પૂછપરછ કરતા હતા. તે વખતે બે અજાણ્યાઓ કેશ કાઉન્ટરની ઓફિસ પાસે આવી વાતચીત કરવા લાગ્યા હતા. જેમાંથી એક અજગ્યાએ પોતે આઉટ ઓફ ઈન્ડિયાથી આવુ છે અને હું કેનેડા ખાતે રહું છુ કહી કેનેડીયન ચલણ બતાવી આ ચલણી નોટ છે.
સુરતમાં 2 લાખ હજારની છેતરપિંડી CCTVમાં કેદ: કેનેડિયન તરીકે ઓળખ આપી, ભારતીય ચલણી નોટો જોવાને બહાને છેતરપિંડી#Surat #Fraud #CCTV pic.twitter.com/LJ1vREZEwK
— News18Gujarati (@News18Guj) December 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર