ઝોમ્બી વાયરસ માનવી માટે ખતરો છે ? જાણો શુ કહે છે નિષ્ણાત તબીબો

વર્ષો જૂના વાયરસને પેન્ડોરા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, ઝોમ્બી વાયરસ વર્ષો સુધી જમીનમાં ધરબાયેલ હોવા છતા જીવતા રહેવા સાથે સક્રીય રહે છે. આવા વાયરસ નુકસાન પણ પહોચાડી શકે છે.

ઝોમ્બી વાયરસ માનવી માટે ખતરો છે ? જાણો શુ કહે છે નિષ્ણાત તબીબો

ઝોમ્બી વાયરસ (પ્રતિકાત્મક છબી)

છબી ક્રેડિટ સ્ત્રોત: સોશિયલ મીડિયા

દુનિયાભરમાં છેલ્લા કેટલાક સમયથી અવનવા ઘણા વાયરસ આવ્યા છે. આવા સમયે કોરોનાનો ખતરો હજુ ઓછો થયો નથી. આ દરમિયાન એક વર્ષો જૂના વાયરસ સામે આવ્યો છે. 48,500 વર્ષથી બરફની અંદર ધરબાયેલો ઝોમ્બી વાયરસ ફરી જીવંત થયો છે. યુરોપના વૈજ્ઞાનિકોએ રશિયાના સાઇબિરીયાના પરમાફ્રોસ્ટમાં કેટલાક બેક્ટેરિયા અને વાયરસના નમૂનાનું પરીક્ષણ કર્યું હતું, જેમાં ઘણા વાયરસના સક્રિય હોવા વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે. આમાંથી એક છે ‘ઝોમ્બી વાયરસ’ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે ઘણા સદી જૂના વાઈરસ ફરી જીવંત થવા સાથે સક્રીય થઈ રહ્યા છે.

વૈજ્ઞાનિકોના મતે, આ વાયરસ ઘણા વર્ષો સુધી જમીનની નીચે રહ્યા પછી પણ સક્રિય રહે છે અને નુકસાન પહોંચાડી શકે છે. આવા જૂના વાયરસને પેન્ડોરાવાયરસ તરીકે ઓળખવા આવે છે. ઝોમ્બી વાયરસની ઉંમર 48,500 વર્ષથી વધુ હોવાનો અંદાજ છે. વૈજ્ઞાનિકોની ટીમે અગાઉ 2013માં આવા એક વાયરસ પર સંશોધન કર્યું હતું. જે 30 હજાર વર્ષથી વધુ જૂનો હોવાનું જણાયું હતુ, પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છે કે ઝોમ્બી વાયરસ 48,500 વર્ષ જૂનો છે અને તે ફરીથી સક્રિય થઈ ગયો છે, જે વિશ્વ માટે એક નવો ખતરો સાબિત થઈ શકે છે.

આ વાયરસથી મનુષ્યને ચેપ લાગે ?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કેઆ વાયરસના ફરી સક્રિય થવાને કારણે માનવીઓ માટે પણ ખતરો વધી ગયો છે. અમે આ વાયરસ વિશે નિષ્ણાતો સાથે વાત કરી છે. એપિડેમિયોલોજિસ્ટ ડૉ. જુગલ કિશોર કહે છે કે કોરોના વાયરસના આગમનથી, વિવિધ પ્રકારના વાયરસની તપાસ કરવા માટે વિશ્વભરમાં સર્વેલન્સ વધ્યું છે. આ કારણોસર, આવા વાયરસની ઓળખ કરવામાં આવી છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે હવામાન પરિવર્તનને કારણે જૂના વાયરસ ફરીથી સક્રિય થઈ રહ્યા છે.

ડો. જુગલ કિશોરનું કહેવુ છે કે લોકો પોતાના સ્વાર્થ માટે જંગલો કાપી રહ્યા છે અને પ્રાણીઓના કુદરતી રહેઠાણોનો અંત આવી રહ્યો છે. લોકો એવા સ્થળોએ પણ જતા હોય છે જ્યાં પહેલા માત્ર જંગલો કે પ્રાણીઓ હતા. આવા વિસ્તારોમાં જઈને માનવી આ વાયરસના સંપર્કમાં આવતા રહે છે અને વાયરસ સક્રિય થતા રહ્યા છે. ડોકટર કહે છે કે ઝોમ્બી વાયરસ મનુષ્યો માટે ખતરો હશે કે નહી તે અત્યારે કહી શકાય તેમ નથી. કારણ કે આ પહેલા ક્યારેય મનુષ્યોમાં આ પ્રકારના વાયરસનો કોઈ કેસ જોવા મળ્યો નથી. હાલમાં આ વાયરસ વિશે કંઈપણ કહેવું ખુબ વહેલું ગણાશે. જો આ વાયરસ પર્યાવરણમાં પ્રવેશે છે તો પણ તે કેટલું ચેપી છે અને તે બરફ વગરની જગ્યાએ જીવી શકે છે કે કેમ તે જોવું પડશે. એટલા માટે હાલ ગભરાવાની કોઈ જરૂર નથી.

ગ્લોબલ વોર્મિંગથી ખતરો વધ્યો

ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વમાં હિમશીલાનો બરફ પીગળી રહ્યો છે. જેના કારણે જમીનમાં હાજર મિથેન સડી રહ્યું છે અને ઘણા જૂના વાયરસ બહાર આવી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે આવનારા વર્ષોમાં પણ આપણે ઘણા નવા વાયરસ જોઈ શકીએ છીએ. આ માટે જંગલ નાબૂદી અટકાવવી અને પર્યાવરણ પર ધ્યાન આપવું જરૂરી છે. આ સાથે એ પણ જરૂરી છે કે કોઈપણ નવા પ્રકારના વાયરસના જોખમોથી બચવા માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ હોય. કારણ કે લગભગ ત્રણ વર્ષ પહેલા આવેલા કોરોના વાયરસે પણ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. હજુ સુધી કોરોના સંપૂર્ણ રીતે કાબૂમાં નથી આવ્યો.

Previous Post Next Post