સુરત સાયબર ક્રાઇમ પોલીસને એક ફરિયાદ મળી હતી કે, સુરતના એક વ્યક્તિને તેમના માતાના મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું 16 લાખનું પેમેન્ટ રિલીઝ કરાવવા માટે તારીખ 17-9-2022 થી 14-10-2022 દરમિયાન અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન આવ્યા હતા અને મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી બોલતા હોવાની આ ઈસમો ખોટી ઓળખાણ આપતા હતા. ફોન કરનારા ઇસમે ફરિયાદીની માતાના મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના પોલીસીનું પેમેન્ટ 16,28,220 રિલીઝ કરવા માટે 77 લાખ રૂપિયા જેટલી મતદાર રકમ પડાવી લીધી હતી.
આ પણ વાંચો: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાને આપી મુખાગ્નિ
ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધીકરણના લેટરપેડ પર પણ નોટિસ ઓફ ફંડ ક્લિયરન્સનો બનાવટી લેટર ફરિયાદીને મોકલીને વિશ્વાસમાં લીધા હતા. ફોન કરનારા ઇસમોએ ફરિયાદીની માતાની પોલીસીના 16,28,220 રૂપિયા આપવાના બદલામાં અલગ-અલગ ચાર્જ પેટે કુલ 77,03,039 રૂપિયા ફરિયાદીના ખાતામાંથી પડાવી લીધા હતા. જોકે અંતે ફરિયાદીને આ બાબતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરીને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરત શહેર સાઇબર ક્રાઇમ પોલીસને ટેકનિકલ સર્વના આધારે બાતમી મળી હતી કે, છેતરપિંડી કરનારા બંને આરોપી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં છે. તેથી પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જઈ વિનય ગુપ્તા અને ઋષભ ગુપ્તા નામના બંને ઈસમોની ધરપકડ કરી છે.
ગાઝિયાબાદથી આ બંને ઈસમોને સુરત લાવીને તેમની પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, સુરત