રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક અને ભુવનેશ્વર સહિત છ ખેલાડીઓની ટીમમાંથી થઈ શકે છે બાદબાકી
કાયમ માટે વિદાય?
ઈનસાઈડસ્પોર્ટના અહેવાલ મુજબ, BCCI અને પસંદગીકારોએ 6 વરિષ્ઠ ખેલાડીઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે ભારતીય T20માં હવે તેમની કોઈ જગ્યા નથી. આ ક્રિકેટરોમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન, મોહમ્મદ શમી અને દિનેશ કાર્તિકના નામ સામેલ છે.
BCCI સાથે સંકળાયેલા સૂત્રોએ ઈનસાઈડસ્પોર્ટ ને કહ્યું, હવે અમે 2024 T20 વર્લ્ડ કપની યોજના બનાવી રહ્યા છીએ. અમારા ઘણા એવા ખેલાડીઓ છે, જેઓ 35-36 વર્ષના છે અને તેથી તેઓ અમારા લાંબા ગાળાના આયોજનમાં ફિટ થતા નથી. જો અમે અત્યારે અમારી ટીમ બનાવવાની શરૂઆત નહીં કરીએ તો ક્યારે કરીશું. આવી સ્થિતિમાં અમે આકરા નિર્ણયો લીધા છે અને સિનિયર ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે હવે તેઓ T20 ક્રિકેટના સંદર્ભમાં અમારા આયોજનમાં ફિટ નથી થતા.
જોકે BCCIએ 6 ખેલાડીઓને સંદેશો આપી દીધો છે કે T20 ટીમમાં તેમની હવે જરૂર નથી. તેમાંથી 4 માટે ભારતીય T20 ટીમના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. જેમાં આર અશ્વિન, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક અને ભુવનેશ્વર કુમારના નામ સામેલ છે. તે હવે ભારતીય T20 ટીમમાં પરત નહીં ફરે. આ સિવાય રોહિત શર્મા અને વિરાટ કોહલી સંપૂર્ણ રીતે બહાર નથી. તે આયોજનનો ભાગ હશે, પરંતુ હવે તેમને ટી20 ટીમમાં ઓછી તક મળશે.
T20માં રોહિત-વિરાટ પણ પ્લાનનો ભાગ નથી!
બીસીસીઆઈએ રોહિત-વિરાટને પણ જાણ કરી છે કે હવે બીસીસીઆઈ ભવિષ્ય તરફ જોઈ રહી છે. કેએલ રાહુલને પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, તે T20 ટીમના પ્લાનમાં ફિટ નથી. તેમ છતાં શ્રીલંકા સામેની ટી-20 અને વનડે શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં રિષભ પંતને સ્થાન મળ્યું નથી. પરંતુ, તે 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપની યોજનાનો ભાગ બની શકે છે.
BCCIએ શરૂ કરી T20 વર્લ્ડ કપની તૈયારીઓ
શ્રીલંકા સામેની T20 સિરીઝ માટે જે ટીમની પસંદગી કરવામાં આવી છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે, BCCIએ ભારતીય ક્રિકેટના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખેલાડીઓની પસંદગી કરી છે. શ્રીલંકા સામેની ટી20 શ્રેણી માટે જે ટીમની પસંદગી કરવામાં આવી છે, તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર જેવા વરિષ્ઠ ખેલાડીઓના નામ નથી.
ભવિષ્યની ટીમ ઈન્ડિયા થઈ રહી છે તૈયાર
કંઈક આવું જ ODI શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં જોવા મળ્યું. શિખર ધવનને તેમાં સ્થાન મળ્યું નથી. રિષભ પંતનું નામ પણ આ ટીમમાં નથી. તે જ સમયે, આ જવાબદારી કેએલ રાહુલ પાસેથી લઇ લેવામાં આવી છે, જે અત્યાર સુધી ટીમના વાઇસ કેપ્ટન હતા અને હાર્દિક પંડ્યાને વનડેમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ T20 ટીમની કમાન પણ તેને સોંપવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને ટી20 ટીમની વાઇસ કેપ્ટનશિપ પણ સોંપવામાં આવી છે. તો બીસીસીઆઈના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે, કે આગામી ટી20 વર્લ્ડ કપ માટે ટીમની તૈયારી શરૂ થઈ ગઈ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Indian Cricket, Team india, Team india announced, ક્રિકેટ, રોહિત શર્મા, વિરાટ કોહલી
Post a Comment