Monday, December 26, 2022

ઈસ્લામાબાદની મેરિયટ હોટેલમાં આતંકી હુમલાની ભીતિ, અમેરિકાએ પાકિસ્તાનને ચેતવ્યુ

પાકિસ્તાનમાં પોલીસે સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં લઈને તમામ પ્રકારના સાર્વજનિક સમારોહ અને સભાઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.

ઈસ્લામાબાદમાં રવિવારે યુનાઈટેડ સ્ટેટ અમેરિકાના દૂતાવાસે હુમલો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ કારણોસર તેમના તમામ કર્મચારીઓને મેરિયોટ હોટેલમાં જવાની ના પાડી દીધી છે.

અમેરિકાની સરકારે તેમના કર્મચારીઓને ઈસ્લામાબાદમાં મેરિયોટ હોટેલમાં જવાની ના પાડી દીધી છે. ઉપરાંત આજે સુરક્ષા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકી દૂતાવાસે પોતાના સરકારી કર્મચારીઓને પૂજાના સ્થળો પર સતર્કતા રાખવાની અને ભીડભાડવાળા સ્થળોથી સાવધાન રહેવાની સૂચના આપી છે. તેમણે સ્થાનિક મીડિયા પર નજર રાખવા માટે પણ જણાવ્યું છે. આ સંભવિત હુમલા અંગે ઈસ્લામાબાદમાં અમેરિકી દૂતાવાસે પોતાની વેબસાઈટ પર એક એલર્ટ જાહેર કરીને આ તમામ બાબતો જણાવી છે.

ડૉન ન્યૂઝપેપરે જાણકારી આપી છે કે, બે દિવસ પહેલા રાજધાનીમાં એક આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં એક પોલીસકર્મીનું મૃત્યુ થઈ ગયું હતું તથા અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, ઈસ્લામાબાદની મેરિયોટ હોટેલમાં અમેરિકીઓ પર હુમલો કરવાનું ષડયંત્ર બનાવવામાં આવી રહ્યું છે.

એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈસ્લામાબાદમાં દૂતાવાસે તાત્કાલિક અસરથી તમામ અમેરિકી કર્મચારીઓને ઈસ્લામાબાદની મેરિયોટમાં જવાની ના પાડી દીધી છે.

ઈસ્લામાબાદમાં તમામ સાર્વજનિક સમારોહ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને સુરક્ષા અંગેની ચિંતા વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. દૂતાવાસે તમામ મિશન કર્મીઓને રજાઓ દરમિયાન ઈસ્લામાબાદમાં બિન જરૂરી ફરવા માટેની ના પાડી દીધી છે.

શુક્રવારે રાજધાનીમાં તમામ પ્રકારના જમાવડા અને સ્થાનિક ચૂંટણી અંતર્ગત કોઈપણ પ્રકારની એક્ટિવિટી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: હવે ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ પર પણ લખીને આવશે એક્સપાયરી ડેટ, સરકારના પ્લાનથી તમને થશે મોટો ફાયદો

ડૉન ન્યૂઝપેપરે ડેપ્યુટી કમિશનરની ઓફિસનું એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કાયદાકીય એજન્સીઓ દ્વારા એલર્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેના કારણે શાંતિ જળવાઈ શકે અને સામાન્ય જનતાના જીવ અને સંપત્તિને નુકસાન ન થાય.

” isDesktop=”true” id=”1307736″ >

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસે વિશેષ રૂપે આગામી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાર્વજનિક સમારોહ અને જમાવડા પર પ્રતિબંધ મુક્યો છે. આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે અને બે સપ્તાહ સુધી આ આદેશનો અમલ કરવામાં આવશે.

Published by:Mayur Solanki

First published:

Tags: Blast in Pakistan, Pakistan news, Terror threat, પાકિસ્તાન