Tuesday, December 27, 2022

દુબઈથી આવેલો યુવક સહિત પરિવારના ચારેય લોકો કોરોના પોઝિટિવ, તમામને ક્વોરન્ટીન કર્યા

સુરતઃ સુરતના રાંદેર વિસ્તારમાં કોરોના વાયરસનો કેસ સામે આવ્યો છે. રાંદેરના 25 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવક દુબઈથી ભારત આવ્યો હતો. સાત ડિસેમ્બરના દિવસે આ કોરોનાનો કેસ નોંધાયો હતો.

સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યાં

આ યુવાનના રિપોર્ટ પોઝિટિવ આવતાં જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો હતો. આરોગ્ય વિભાગે યુવકના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલ્યા હતા. આ ઉપરાંત તેનો બ્લડ સેમ્પલને જિનોમ સિકવન્સિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલ આ દર્દીને કોઈપણ પ્રકારના કોરોનાના લક્ષણો નથી.આ પણ વાંચોઃ વેક્સિન લીધી હશે તો પણ કોરોનાનો ચેપ લાગી શકે? જાણો સમગ્ર માહિતી

યુવકે વેક્સિનના બંને ડોઝ લીધા હતા

હાલ આરોગ્ય વિભાગે યુવકને આઇસોલેશન હેઠળ ખસેડ્યો છે. આ ઉપરાંત તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ યુવકે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા.

આ પણ વાંચોઃ ભારત બાયોટેકની નોઝલ વેક્સિન કોવિન એપ પર મળશેઃ સૂત્ર

તમામ પરિવારજનો કોરોના પોઝિટિવ

યુવકના ઘરના તમામ ચારેય સભ્યોનું કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમાં તમામ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ એક જ દિવસમાં પાલિકા દ્વારા 812 લોકોનું કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vivek Chudasma

First published:

Tags: Corona Cases in Gujarat, Coronavirus in Gujarat, Coronavirus in surat, Surat corona, Surat news

Related Posts: