Sunday, December 25, 2022

એમ.એસ યુનિવર્સિટીમાં નમાઝ બાબતે વિવાદ

વડોદરા: સંસ્કારની નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં આવેલી એમ.એસ યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર જાહેરમાં બે લોકો નમાઝ પઢી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુનિવર્સિટીના કેમ્પસ બહાર કોઈ અજાણ્યો પુરૂષ અને મહિલા નમાઝ પઢી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેથી આ બનાવ અંગે વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર બન્યું છે અને તપાસની માંગણી કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્તિક જોશીએ આ મામલે આંદોલનની ચીમકી આપી છે. સાથે જ વાયરલ પર તપાસ કરવાની અપીલ કરી છે.

યુનિવર્સિટીમાં કોઈએ જાહેરમાં નમાઝ પઢી

એમ.એસ યુનિવર્સિટીમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, કોઈએ જાહેરમાં નમાઝ પઢી છે. આવી ઘટના પ્રથમ વખત સામે આવી છે. જેને લઈને વડોદરા શહેરમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.યુનિવર્સિટીમાં જાહેરમાં નમાઝ પઢવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં દેખાતી વ્યક્તિ કોઈ વિદ્યાર્થી નથી પણ કોઈ અન્ય હોવાની માહિતી મળી રહી છે. ત્યારે આ મામલે હવે સવાલ એવો થઈ રહ્યો છે કે, અજાણ્યા લોકોએ યુનિવર્સિટીમાં કેવી રીતે પ્રવેશ મેળવ્યો? તેને લઈને પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.

જાહેરમાં નમાઝ બાબતે વિવાદ સર્જાયો

આ મામલે એવા પણ સવાલો થઈ રહ્યા છે કે, યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયની સામે જ કેમ આવું કરવામાં આવ્યું? આથી વિશ્વ હિન્દું પરિષદ પર અનેલ સવાલો કરી રહી છે. આ મામલે વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘શૈક્ષણિક ધામમાં જાહેરમાં આવું કૃત્ય કરી શકાય નહીં’

Published by:Vimal Prajapati

First published:

Tags: MS University, Vadodara City News, Vishwa Hindu Parishad, ગુજરાત


Related Posts: