Arijit Singh In Ahmedabad: ક્રિસમસના દિવસે અમદાવાદમાં તહેવારની સાથે એક બીજો જ તહેવાર હતો અને એ તહેવાર એટલે અરિજિદ સિંઘનો કોન્સર્ટ. 25 ડિસેમ્બરે અમદાવાદમાં અરિજિત સિંઘનો કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેમણે આ ઇવેંટ ખૂબ એન્જોય કરી હતી. સાથે અરિજિત સિંઘે એક સરપ્રાઈઝ પણ આપ્યું હતું.
અરિજીતે ડાકલા પર નચાવ્યા
ડાકલા ગુજરાતનું પ્રાદેશિક અને લોકસંગીતનો એક હિસ્સો છે. લોકો અવારનવાર વગાડતા હોય છે અને તેના તાલે ઝૂમતા હોય છે. એટલું જ નહીં માતાજીની ઉપાસના માટે પણ ડાકલા ગાવામાં આવતા હોય છે. અરિજિત સિંઘે સહકલાકારો સાથે ડાકલા શરૂ કર્યા કે તરત જ હાજર પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા હતા. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકાર મૌલિક નાયકે ડાકલાની શરૂઆત કરી હતી અને તેમાં અરિજીતે સૂર પુરાવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad gujarat, Playback Singer, અમદાવાદ, ગાયક