Tuesday, December 27, 2022

આવતીકાલે અંજની ઈન્ડસ્ટ્રી સહિત કોસાડ, ગોથાણ, અમરોલીની ઈન્ડ્રસ્ટ્રી બંધ પાળશે, હવેથી બહારના કારીગરોના રેકોર્ડ ચેક કરાશે | Industries of Kosad, Gothan, Amroli including Anjani industry will be closed tomorrow, records of outside workers will be checked from now on.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Industries Of Kosad, Gothan, Amroli Including Anjani Industry Will Be Closed Tomorrow, Records Of Outside Workers Will Be Checked From Now On.

સુરત17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વેદાંત ટેક્ષોમાં આવેલા એમ્બ્રોઈડરના કારખાનામાં કારીગરોએ ત્રણની હત્યા કરી હતી. - Divya Bhaskar

વેદાંત ટેક્ષોમાં આવેલા એમ્બ્રોઈડરના કારખાનામાં કારીગરોએ ત્રણની હત્યા કરી હતી.

સુરતમાં એમ્બ્રોઇડરી કારખાનેદાર પિતા-પુત્ર સહિત 3 જણાને કારીગર દ્વારા મોતને ઘાટ ઉતારવાની ઘટના પછી, કારીગરોના આધાર-કાર્ડ સહિતના પુરાવા લેવાનું કારખાનેદારોએ હવે ફરજિયાત કરવું પડશે. જ્યારે આવતીકાલે એક દિવસ અંજની ઈન્ડસ્ટ્રી સહિત કોસાડ, ગોથાણ, અમરોલીની ઈન્ડ્રસ્ટ્રી બંધ પાળવામાં આવશે. જ્યારે આગામી 30 30મી ડિસેમ્બરે કતારગામ આબાંતલાવડી ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

નોકરીમાંથી કાઢી મૂકતા ત્રણની હત્યા કરી
અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી વેદાંત ટેક્ષોમાં એમ્બ્રોઈડરીના માલિકે નાઈટ શિફ્ટમાં સૂતેલા કારીગર ગંજામ ઓરિસ્સાના વતની 19 વર્ષીય આશીષ મહેશ્વર રાઉત અને કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને માર મારી નોકરીમાંથી કાઢી મુક્યા હતા. જેથી બાકી પગારના મામલે 25 ડિસેમ્બરના રોજ ઝઘડો કરીને આરોપીઓએ કારખાનાના માલિક કલ્પેશ ધોળકીયા, તેના પિતા ધનજીભાઈ ધોળકીયા પર ચપ્પુ અને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમના બચાવવા જતાં કલ્પેશના મામા ઘનશ્યામભાઈ રજોડીયા પર પણ આરોપીઓએ જીવલેણ હુમલો કરીને ત્રણેયની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.

ડાબેથી મૃતક ધનજીભાઈ, કલ્પેશ ધોળકીયા અને ઘનશ્યામભાઈ રજોડીયાની ફાઈલ તસવીર.

ડાબેથી મૃતક ધનજીભાઈ, કલ્પેશ ધોળકીયા અને ઘનશ્યામભાઈ રજોડીયાની ફાઈલ તસવીર.

અંજની ઈન્ડસ્ટ્રી સહિતની તમામ ઈન્ડસ્ટ્રી બંધ પાળશે
અંજની ઈન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોશિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે અંજની ઈન્ડસ્ટ્રી સહિતની તમામ ઈન્ડસ્ટ્રી બંધ પાળશે. અસામાજિક તત્વો સામે ભારે રોષ જોતા પોલીસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓ સામે ઝડપથી કાર્યવાહી કરવી જઈએ. અંજની ઈન્ડસ્ટ્રીમાં યોજાયેસી બેઠકમાં પાવર લુમ્સ, વોટર જેટ, રેપીયર, એમ્બ્રોઈડરી સહિતના તમામ ઉદ્યોગો બંધ રહેશે. કોસાડ, ગોથાણ, અમરોલી વિસ્તારના તમામ ઈન્ડસ્ટ્રીના લોકો આ બંધમાં જોડાશે.

ટ્રિપલ મર્ડરના પગલે ફોગવાની બેઠક યોજાઈ.

ટ્રિપલ મર્ડરના પગલે ફોગવાની બેઠક યોજાઈ.

કામદારનું આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત લેવાના રહેશે
મિટિંગમાં ફોગવાના હોદ્દેદારો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જે પણ કારખાનેદાર પોતાના કારખાનામાં કામદાર રાખે તેનું આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત લેવાના રહેશે. એટલું જ નહીં પરંતુ તેની ઓળખ યોગ્ય રીતે થાય તેના માટે તેમના ગામના કે અહીં તેમને ઓળખતા લોકોના પણ પુરાવા સાથે લઈ લેવાના રહેશે. જે પણ કામદારનો પગાર બાકી હોય તે તેને સન્માનપૂર્વક ચૂકવી દેવાનું રહેશે. જો એ રજા લઈને જશે તો તેને બાકીનો પગાર ચૂકવી આપવાનો રહેશે.

અંજની ઈન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોશિએશનના પ્રમુખ વિજય માંગુકિયા.

અંજની ઈન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોશિએશનના પ્રમુખ વિજય માંગુકિયા.

હવેથી કારીગરોનો પગાર બેંકમાં જમા કરાવવાનો નિર્ણય
હત્યાના પડઘા રૂપે કોઇ પણ કારીગર આવે તેનું કેવાયસી કરી કામે રાખવાનો નિર્ણય ફોગવા (ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન)ની મિટિંગમાં નિર્ણય લેવાયો છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે, ‘કારીગરોને કામ આપતા પહેલા વિવર્સો દ્વારા તેમનું કેવાયસી કર્યા બાદ કામે રખાશે. કારીગરોનો પગાર રોકડેથી નહીં, સીધો બેંકમાં જવા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર.

આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર.

ટ્રિપલ મર્ડરનો આરોપી 3 દિવસના રિમાન્ડ પર
ધનજી ધોળકિયા, કારખાનેદાર કલ્પેશ ધોળકિયા અને ઘનશ્યામ રજોડિયાની 19 વર્ષીય આશિષ રાઉત અને કિશોરે હત્યા કરી નાંખી હતી. આરોપીને ગત રોજ કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. સરકાર તરફે એપીપીની દલીલો બાદ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે ગુનામાં જે હથિયારોનો ઉપયોગ થયો છે તેનો કબજો લેવાનો છે.

અન્ય સમાચારો પણ છે…