Tuesday, December 27, 2022

અલથાણમાં સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવાતા કાર બાઈક સાથે અથડાઈ, રાંદેરમાં જિલ્લાની બ્રિજ પર કાર બાઈક સામ સામે અથડાયા | Car collides with bike after losing control in Althan, Car collides head-on with bike on district bridge in Rander

સુરત24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરતમાં અલથાણ અને રાંદેર જિલ્લાની બ્રિજ ખાતે ગંભીર અકસ્માત સર્જાયા હતા - Divya Bhaskar

સુરતમાં અલથાણ અને રાંદેર જિલ્લાની બ્રિજ ખાતે ગંભીર અકસ્માત સર્જાયા હતા

સુરત શહેરમાં રાત્રિના સમયે બે અલગ અલગ જગ્યાએ અકસ્માતની ઘટના સામે આવી હતી. અલથાણ વિસ્તારમાં કાર પૂરપાટ ઝડપે ચલાવતા કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી. બીજી તરફ રાંદેર જિલાની બ્રીજ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાઈક ચાલકને માથાના ભાગે ઈજા થઈ હતી. જેને લઇને સારવાર વખતે ખસેડવામાં આવ્યો હતો. બંને ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અલથાણમાં કાર ચાલકનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત
સુરત શહેરમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે વધુ બે અકસ્માતના બનાવો સામે આવ્યા છે. બે અલગ અલગ જગ્યાએ અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. મળતી માહિતી મુજબ સુરતના અલથાણ ભીમરાડ રોડ ખાતે રાત્રિના સમયે પૂરપાટ ઝડપે કારચાલક જઈ રહ્યો હતો. દરમિયાન અચાનક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી ડીવાઈડર સાથે અથડાયો હતો. પૂરપાટ ઝડપી કાર ડીવાઈડર સાથે અથડાતા બે ત્રણ પલટી પણ મારી હતી. મોડી રાત્રીએ આ અકસ્માત ખૂબ જ ગંભીર સર્જાયો હતો. આસપાસથી લોકો પણ ભેગા થઈ ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કારચાલકને માત્ર સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી.પરંતુ કારમાં ભારે નુકશાન થયું હતું. અકસ્માતમાં કારની એરબેગ પર ખુલી ગયી હતી. બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

રાંદેર જિલાની બ્રિજ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત
બીજી તરફ રાંદેર જિલાની બ્રીજ પર પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. જિલાની બ્રીજ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે અહી લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. અહી બાઈક ચાલકને ઈજા થતા તેને ૧૦૮ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જિલ્લાની બ્રિજ પર સર્જાયેલો આ અકસ્માત પણ ખૂબ જ ગંભીર હતો સદનસીબે આ ઘટનામાં પણ બાઈક ચાલકને માત્ર માથાના ભાગે થોડી ઇજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પરંતુ આ ઘટનામાં બાઈક અને કારને પણ ભારે નુકશાન થયું હતું. અકસ્માતના પગલે અહી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અહી સર્જાયેલા અકસ્માતમાં બાઈકને પણ ભારે નુકશાન થયું હતું.જયારે કારના કાચ પણ તૂટી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…