નગરપાલિકાની ટીમ અને જેસીબી મશીન પર પથ્થરમારો
વાપી નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાં નવા આરસીસી રોડ બનાવવા માટે રોડ પરના દબાણો હટાવવાની કામગીરી દરમિયાન શાકભાજી માર્કેટમાં કેટલાક અસામાજિક તત્વોએ નગરપાલિકાની ટીમ અને જેસીબી મશીન પર પથ્થરમારો કર્યો હતો. બનાવને પગલે થોડા સમય સુધી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આવતાની સાથે કડક કાર્યવાહી કરી પરિસ્થિતિ થાળે પાડી હતી. બનાવની વિગત મુજબ વાપી નગરપાલિકા દ્વારા વાપીના શાકભાજી માર્કેટમાં નવા આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.આ પણ વાંચો: ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની 9 દિવ્યાંગ બાળકોના હીરો બન્યા
વાપીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ
જો કે નવા રોડ બનાવવા માટે શાકભાજી માર્કેટમાં રોડ પરના કેટલાક દબાણો નડતરરૂપ હોવાથી આજે પૂરી તૈયારી સાથે વાપી નગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન થી શાકભાજી માર્કેટમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક જ કેટલાક અસામાજિક તત્વોએ નગર પાલિકાની ડિમોલિશનની કામગીરીમાં જોડાયેલી નગરપાલિકાની ટીમ અને જેસીબી મશીન પર પથ્થરમારો કર્યો હતો. જેને કારણે જેસીબી મશીનના ઓપરેટરને સામાન્ય ઇજા થઈ હતી. બનાવને પગલે થોડા સમય સુધી શાકભાજી માર્કેટમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો: પાટણમાં શાળાના શિક્ષકે નજીવી બાબતે વિદ્યાર્થીને ઢોર માર માર્યો
પોલીસે કડક કાર્યવાહી કરીને મામલો થાળી પાડ્યો
ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો શાકભાજી માર્કેટમાં ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને પરિસ્થિતિ થાળી પાડી હતી. જોકે બનાવની જાણ થતા જ વાપી નગરપાલિકાના સત્તાધીશો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આ મામલે નગરપાલિકાની ટીમ પર હુમલો કરી અને જેસીબી મશીનમાં તોડફોડ કરનાર લોકો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી માટેની કામગીરી હાથ ધરી હતી. આમ, વાપીની જૂની શાકભાજી માર્કેટમાં નવા આરસીસી રોડની કામગીરી દરમિયાન ડીમોલિશનની કાર્યવાહી વખતે નગરપાલિકાની ટીમ પર થયેલા હુમલાને કારણે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Vapi crime, Vapi News, ગુજરાત