જુનાગઢ17 મિનિટ પહેલા
જુનાગઢના જિલ્લાના માંગરોળ તાલુકામાં ગેર કાયદેસર રેતીચોરી થતી હોવાની માહીતી મળતા જ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ દ્વારા આજે રેતી ચોરી કરતા ઈસમો ને માંગરોળ તાલુકાના રહીજ ગામેથી ગેરકાયદેસર દરીયાઇ રેતીનું ટ્રેક્ટર ભરેલ ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝડપી પડાયું હતું.

અગાવ પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા દરિયા કિનારા ના આગળના ભાગમાં રેવન્યુ વિસ્તારમાં રેતી ના ઢગલા જોવા મળતા રેતી ચોરો પર ઓછ રાખી હતી જયારે રેતી ચોરી કરવા જતાં આજે પકડી પડયા હતા. માંગરોળ તાલુકામાં દરીયાઈ રેતીચોરીની ઘટના અનેક વખત બની છે પરંતું આ રેતીચોરી રેવન્યુ વિસ્તારમાં થતી હોવાની આશંકા વ્યક્ત કરી છે ત્યારે અહીંનું રેવન્યુ વિભાગ કે ખાણ ખનીજ વિભાગ ભર નિદ્રામાં પોઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતાં ઇસમો ઉપર તવાઈ બોલાવી છે અને આજે રહીજ ગામેથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતાં રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું. શું રેવન્યુ વિભાગ અથવા ખાણ ખનિજ વિભાગ આ બાબતે અજાણ છે કે પછી આંખ આડા કાન કરવામાં આવે છે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે જ્યારે હાલતો માંગરોળ વન વિભાગ દ્વારા આબાતેં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

