વલસાડ19 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ સહીત સમગ્ર રાજ્યમાં કોરોના કાળના દરમિયાન આંગણવાળીમાં આવતા બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સરકારે પોષક તત્વો વાળી સુખડી બાળકોને મળે તે હેતુથી આંગળવાળી વર્કરોને આંગણવાડીમાં નોંધાયેલા બાળકોના હિસાબે તેલના ડબ્બા ફાળવવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં સામગ્રી બનાવ્યા બાદ બચેલો કુલ તેલનો જથ્થો પરત મંગાવવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પંચાયતની ખાતે જિલ્લાની તમામ આંગણવાડીમાં બચેલો તેલનો જથ્થો લાવવામાં આવ્યો હતો. સુખડીમાં તેલનો ઉપયોગ ઓછો હોવાને લઈને અસંખ્ય તેલના ડબ્બા ઓ એમના એમ જ પડી રહ્યા હતા. અને તેમાં કાટ લાગી જવાથી કેટલાક તેલના ડબ્બામાં કાણા પડી ગયા હતા.

કોરોમાં મહામારી દરમ્યાન રાજ્ય સરકારે રાજ્યમાં આવેલી આગણવાડીઓમાં નોંધાયેલા બાળકો માટે પોષણ યુક્ત સુખડી આંગણવાડીમાં બનાવી બાળકોને આપવાની જુમ્બેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લા સહિત રાજ્યની તમામ આંગણવાડીઓમાં સરકારની સુચનના આધારે બાળકોની સંખ્યાન આધારે તેલના ડબ્બા આપવામાં આવ્યા હતા. તેલના ડબ્બામાં નિયમ મુજબ, દરરોજ સુખડી બનાવવા માટે એક બાળક દીઠ 20 ગ્રામ ઘઉંનો લોટ સાથે 0.20 ગ્રામ તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે મુજબ કોરોના કાળમાં આંગણવાડી વર્કરોએ સુખડી બનાવી આંગણવાડીમાં આવતા બાળકોને ઘરે ઘર પહોંચીને વહેંચણી કરતા હતા. જોકે 17 મી ફેબ્રુઆરી 2022 પછી સ્કૂલ અને આંગણવાડી પાછા ખુલી જતા બાળકોને શાળા કે આંગણવાડી માંજ સુખડી અપાતી હતી. હવે થી 0.20 ગ્રામ ના બદલે 0.13 ગ્રામ પ્રતિ બાળક દીઠ તેલનો ઉપયોગ થઇ રહ્યો હતો. જેને લઈને જિલ્લાની કુલ 1899 આંગણવાડી પૈકી કેટલીક આંગણવાડીમાં તેલની બચત નોંધાઇ હતી. આખરે ગુજરાત સરકારે જે આંગણવાડીમાં આપેલા તેલના ડબ્બામાં વધ જણાતી હોય એવી આંગણવાડીમાંથી તેલના ડબ્બા પરત મંગાવતા અનેક તર્ક વિતર્કો સરું થયા છે. સાથે જ તેલના ડબ્બા વલસાડ જિલ્લા પંચાયત કચેરીએ લાવવામાં આવ્યા હતા. જેમાં તેલના ડબ્બાઓ એટલી હદે કટાઈ ગયા હતા. કે તેમાં કાણા પડી ગયા હતા. બીજી તરફ તેલના ડબ્બાઓ સરકારે પાછા મંગાવી લેવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. જેને લઈને આંગણવાડીની બહેનોએ આ તેલના ડબ્બા પરત જમા કરાવ્યા હતા. આ અંગે કેટલાક સંબંધિત અધિકારીઓ દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે આ તેલ ના ડબ્બા ની એક્સપાયર ડેટ 2023 સુધીની છે.




