Sunday, December 18, 2022

પાટણમાં પ્રસવ પીડા ભોગવતી ગાયને જોઈ માલિક ઘટનાસ્થળેથી નાસી ગયો, જીવદયાપ્રેમી મદદ માટે આગળ આવ્યા | Cow in labor in Patan, owner flees from spot, philanthropists come forward to help

પાટણ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણમાં છેલ્લા બે દિવસથી ગાય પ્રસવ પીડા ભોગવી રહી હતી. આ બાબતની જાણ ગાય માલિકને થતાં તે ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ ગાયની મદદાર્થે તેને કોઈ યોગ્ય પગલું ઉઠાવ્યું ન હતુ અને ઘટનાસ્થળેથી ગાયને જોઇને નીકળી ગયો હતો. જો કે જીવદયાપ્રેમી પ્રસવ પીડા ભોગવતી ગાયને જોઈ જતાં ગૌ શાળામાં સંપર્ક સાધી એમ્બ્યુલન્સ સ્થળ પર મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

માલિક સ્થળ પરથી છટકી ગયો
પાટણ શહેરના લીલી વાડી અન્નપૂર્ણા સોસાયટીના પ્લોટ નં-38 નજીક છેલ્લા બે દિવસથી પ્રસવ પીડા ભોગવતી ગાય જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, ત્યારે આ ગાયના માલિકે પણ ઘટનાસ્થળે આવીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી ગાયને જોઈને પશુ આરોગ્ય કેન્દ્ર અથવા ગૌ શાળાના સંચાલકોને સારવાર માટે જાણ કરવાની જગ્યાએ સ્થળ પરથી છટકી ગયો હતો. જો કે આ વિસ્તારમાંથી પસાર થતા જીવદયાપ્રેમીએ આ બાબતે પાટણ હરિઓમ ગૌ શાળાના સંચાલક દિનેશ જોષીને ગાયનો વીડિયો મોકલી સારસંભાળ લેવા જણાવ્યું હતુ. જેથી તેઓ તાત્કાલિક ગૌ શાળાની એમ્બ્યુલન્સ સ્થળ પર મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: