Nilesh Rana, Banaskantha : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સામાન્ય પરિવારમાંથી આવતી અને સરકારી શાળામાં અભ્યાસ કરતી પાયલ ઠાકોરે ગુજરાત ક્રિકેટ અંડર 15 માં સ્થાન મેળવ્યું છે. દીકરીનો આત્મવિશ્વાસ ગજબનો છે અને નેશનલ કક્ષાએ રમવાનું તેનું સપનું પણ છે. મામાને ઘરે રહીને ઉછરેલી આ દીકરીને કોચ અને શાળાએ પણ સહયોગ આપ્યો છે અને આગામી સમયમાં જયપુર ખાતે રમવા જશે.
ધોરણ 8માં સરકારી શાળામાં અભ્યાસ કરે છે
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સામાન્ય વિસ્તારમાં અને સામાન્ય પરિવારમાંથી આવતી પાયલ ઠાકોર જેને ગુજરાત ક્રિકેટ અન્ડર 15 માં સ્થાન મેળવ્યું છે.
ધોરણ આઠમાં પાલનપુરની સરકારી બ્રાન્ચ શાળામાં અભ્યાસ કરતી પાયલ ઠાકોરનું નાનપણથી ક્રિકેટર બનવાનું સપનું હતું. તેમજ પાર્ટ ટાઇમ જોબ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા તેના મામાએ પાયલનું સપનું પૂરું કર્યું અને સ્કૂલ ઓફ સાયન્સમાં ટી.સી ક્રિકેટ એકેડમીમાં તેને પ્રવેશ મેળવ્યો હતો.
ત્રણ વર્ષ છોકરા સાથે ક્રિકેટ રમી
પાયલબેન સતત ત્રણ વર્ષ છોકરાઓ સાથે રમી છે અને ક્રિકેટના કોચ તરીખે સતીષ દેસાઈએ પ્રેક્ટિસ કરાવી હતી.અત્યારે પાયલ ક્રિકેટમાં મિડલ ઓર્ડર સારું રમી શકે છે અને તેની પ્રતિભાને લઈને અંડર 15 માં સ્થાન મળ્યું છે.
આગામી 23 તારીખે પાયલબેન ઠાકોર જયપુર ખાતે પાંચ અલગ અલગ રાજ્યો સાથે ક્રિકેટ મેચ રમશે.
જ્યાં સારું પરફોર્મન્સ કરી અને સ્ટેટ લેવલે રમવાની મહત્વકાંક્ષા છે. નેશનલ કક્ષાએ રમી અને પાલનપુર તેમજ રાજ્યનું નામ રોશન કરવાની તમન્ના છે.