- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Electric Motor Stolen From Two Assamese From Khambhalia; Char Zabbe Gambling In Bhanwad Okha; Two Youths Caught With A Knife In Khambhali…
દ્વારકા ખંભાળિયા19 મિનિટ પહેલા
- કૉપી લિંક

ખંભાળિયાના બે આસામીઓની ઈલેક્ટ્રીક મોટર ચોરાઈ
ખંભાળિયાના નવી વાડી વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલભાઈ વાલજીભાઈ નકુમની અત્રે ઘી નદી પાસેના બારપુલ નજીકની નદીમાં રાખવામાં આવેલી કેબલ સાથેની પાણીની મોટર કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ઈલેક્ટ્રીક મોટર તથા કેબલની કુલ કિંમત રૂપિયા 17,000 ગણવામાં આવી છે.
આ જ રીતે રાત્રે ઘી ડેમ પાસે એક મંદિરની બાજુમાં બેઠા પુલ પાસેની નદીમાંથી અત્રે શિરૂવાડી-શક્તિનગરમાં રહેતા નિલેશભાઈ સવદાસભાઈ કછટીયાની તથા તેમના કાકાની માલિકીની કેબલ સાથેની રૂ. 14,500ની કિંમતની ઇલેક્ટ્રીક મોટર ખુલ્લી નદીમાંથી કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયાની પણ ફરિયાદ નોંધાઈ છે. જે સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પી.એસ.આઈ. નોયડા ચલાવી રહ્યા છે.
ભાણવડ અને ઓખામાં જુગાર રમતા ચાર ઝબ્બે
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાંથી પોલીસે બાલા કાદુ હિંગોરા, પ્રવીણ રમેશભાઈ હિંગોરા અને મામદ હાસમ ઘુઘા નામના ત્રણ શખ્સોને તીનપતિ નામનો જુગાર રમતા રૂપિયા 1470ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઓખાના મફતિયા પરા વિસ્તારમાં રહેતા મયુરભા પબુભા સુમણીયાને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઈ, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયામાં છરી સાથે બે યુવાનો ઝડપાયા
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા મુરુ રામસંગ મકવાણા તથા રમેશ રામાભાઈ ચારોલીયા નામના બે શખ્સોને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લીધા હતા. બંને સામે જી.પી. એક્ટની 135 (1) મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાણવડનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ભાણવડના રણજીતપરા વિસ્તારમાં રહેતા કિશન મુરુભાઈ કરમુર નામના શખ્સને પોલીસે વિદેશી દારૂની બે બોટલ સાથે નીકળતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.