22 જેટલી યુનિવર્સિટી એક જ સ્થળે એકત્રિત થઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે
કનેક્ટ કેરિયર ફેર 2022 માં 22 જેટલી યુનિવર્સિટી એક જ સ્થળે એકત્રિત થવાની સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી અભ્યાસ લગતું માર્ગદર્શન પણ આપશે. આ કનેક્ટ ફેરમાં એચ. બી. કે. સ્કૂલની 6 શાખાઓ સાથે અમદાવાદની વિવિધ શાળાઓના ધોરણ-10, 11, 12 ના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના કેરિયર તેમજ નવા અભ્યાસક્રમની જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવશે.
વિદેશ ભણવા જનાર વિદ્યાર્થીઓને ભારતમાં જ રહેલી તકોથી માહિતગાર કરવાનો મુખ્ય હેતુ
હેતુ : (1) રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરની 22 જેટલી યુનિવર્સિટી એક જ સ્થળે એકત્રિત કરવી.
(2) વિદ્યાર્થીઓને પોતાની કેરિયર પસંદગીમાં મદદરૂપ થવું.
(3) વિદ્યાર્થીઓને નવા નવા અભ્યાસક્રમોથી માહિતગાર કરવા.
(4) વિદેશ ભણવા જનાર વિદ્યાર્થીઓને ભારતમાં જ રહેલી તકોથી માહિતગાર કરવા.
3000 થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ કેરિયર ફેરમાં હાજરી આપશે
ખાસ વાત એ છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે વિદેશની વિવિધ યુનિવર્સિટીમાં જે કોર્સ માટે ભણવા જાય છે. તેઓને ભારતમાં જ એ કોર્સ અને અભ્યાસ કરવા મળી શકે તે હેતુથી આ સ્થળે સૌ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કનેક્ટ કેરિયર ફેરમાં લગભગ 3000 થી પણ વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજરી આપશે. આ પ્રોગ્રામ વિદ્યાર્થી અને વાલી તથા અન્ય લોકો માટે ગોઠવવામાં આવ્યો છે. આની સાથે આજુબાજુની અન્ય શાળાઓને પણ આમંત્રિત કરવામાં આવી છે.
કનેક્ટ કેરિયર ફેર 2022 માં ભાગ લેનારી યુર્નિવસિટી :
જેજી યુર્નિવસિટી
ઈન્દ્રશીલ યુર્નિવસિટી
જીએલએસ યુર્નિવસિટી
અદાણી યુર્નિવસિટી
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ & ઈનોવેશન યુર્નિવસિટી
ઈન્ડસ યુર્નિવસિટી
ગણપત યુર્નિવસિટી
સ્વામિનારાયણ યુર્નિવસિટી
ગાંધીનગર યુર્નિવસિટી
અમદાવાદ યુર્નિવસિટી
અનંત નેશનલ યુર્નિવસિટી
અશોકા યુર્નિવસિટી
એટ્રીઆ યુર્નિવસિટી
ફ્લેમ યુર્નિવસિટી
ગુજરાત ટેક્નોલોજીકલ યુર્નિવસિટી
કર્ણાવતી યુર્નિવસિટી
ક્રેઆ યુર્નિવસિટી
નિરમા યુર્નિવસિટી
ઓપી જિંદાલ ગ્લોબલ યુર્નિવસિટી
પારુલ યુર્નિવસિટી
પંડિત દીન દયાલ એનર્જી યુર્નિવસિટી
શિવ નાદર યુર્નિવસિટી
આ ફેરની વ્યવસ્થાના ભાગરૂપે ક્રાઉડ મેનેમેન્ટ ટીમ, પાર્કિંગ એરિયા તથા વેલેટ પાર્કિંગ, સિક્યુરિટી, હેલ્પ ડેસ્ક વગેરે સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. આ સાથે વેઇટિંગ એરિયા, આમંત્રિત યુનિવર્સિટી/ ઇન્સ્ટિટ્યૂટ/ પ્રતિનિધિઓ માટે ખાસ વી. આઈ. પી. લાઉન્જ તથા અન્ય જરૂરી સગવડો ધ્યાનમાં લેવામાં આવી છે.
સ્થળ : ધી એચ. બી. કાપડિયા ન્યૂ હાઈ સ્કૂલ, મેમનગર કેમ્પસ, અમદાવાદ.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Local 18, Students