Tuesday, December 27, 2022

જૂનાગઢના વંથલીના ખેતમજૂરના પુત્રએ યોગાસનમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું, મુંબઈમાં નેશનલ લેવલે મેળવ્યો પ્રથમ નંબર | A farmer's son from Junagadh's Vanthali lit up the name of Gujarat and the country in Yogasana, bagging the first rank at the national level in Mumbai.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • A Farmer’s Son From Junagadh’s Vanthali Lit Up The Name Of Gujarat And The Country In Yogasana, Bagging The First Rank At The National Level In Mumbai.

જુનાગઢ13 મિનિટ પહેલા

જુનાગઢ જિલ્લાના વંથલીમાં રહેતા અને ખેત મજૂરી કરતા દાઉદભાઈ વાજાના પુત્ર શાહનવાજ વાજાએ યોગાસનમાં 50થી વધુ પ્રોત્સાહન પત્રો અને 15થી વધારે ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. વર્ષ 2018થી શાહનવાઝ સ્કૂલમાં યોજાતા અલગ અલગ યોગાસનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છે અને નંબર પણ પ્રાપ્ત કરી રહ્યો છે. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી નેશનલ લેવલની સ્પર્ધામાં શાહનવાઝે બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે.

શાહનવાજ વાજાએ 2018માં યોજાયેલ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ત્યારબાદ જિલ્લા લેવલે પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો,જિલ્લામાં અલગ અલગ કેટેગરી યોગાસનમાં 2 મેડલ મેળવ્યા ,જેમાં એક રિધેમિક યોગાસન,(ડાન્સ યોગા) અને સોલોમાં મેડલ મેળવ્યો.ત્યારબાદ શાહનવાજની સફળતાની સફર શરૂ થઈ.કોલકાતા ખાતે યોજાયેલ નેશનલ લેવલે કોલકાતા SGFI ( school games federation of India ma જેમાં શાહનવાઝે 14 વર્ષ બાદ ગુજરાતને યોગાસનમાં ગોલ્ડ આપાવ્યો.આ ઉપરાંત બાંગ્લાદેશ ખાતે યોજાયેલ એશિયન યોગ સ્પર્ધામાં રીધેમિક અને સોલો યોગમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા..દિલ્હી ખાતે યોજાયેલ ઓલ્મિપિયાડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેળવી ટીમને સન્માન અપાવ્યું હતું..સફળતાના શિખરો સર કરતા વંથલીના શાહનવાજે યોગાસન ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.હાલ શાહનવાઝ ધોરણ 11માં અભ્યાસ કરે છે.

શાહનવાઝને તેમની સફળતા વિશે પૂછતા તેમને જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ કરતા તેમના પ્રિન્સિપલની નજર તેમના પર પડતા તેમને યોગાસન ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાત,દિલ્હી ,કોલકતા,મુંબઈ,અને વિદેશમાં પણ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ઝોન , ડિસ્ટ્રિક્ટ,નેશનલ અને સ્ટેટ લેવલે યોગાસન સ્પર્ધામાં ભાગ લઈ 50 થી વધુ સર્ટીફિકેટ અને મેડલો મેળવ્યા છે.

શાહનવાજમાં અલગ જ શક્તિ છુપાયેલી છે અને યોગ પ્રત્યેની તેની રુચિએ તેને સફળતા અપાવી છે. રાજ્યકક્ષાએ તેમણે ત્રણ મેડલો મેળવ્યા હતા. કોલકત્તા ખાતે અંડર 14માં યોગાસન સ્પર્ધામાં 14 વર્ષ બાદ ગુજરાતને શાહનવાઝે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.બાંગ્લાદેશ ખાતે યોજાયેલ પ્રાઇવેટ ઇવેન્ટમાં પણ તેમને ગોલ્ડ મેડલ મેળવી વિશ્વ લેવલે સિદ્ધિ હાંસલ કરી છે. શાહનવાઝ યોગમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી તેમના શિક્ષકે શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…