Tuesday, December 27, 2022

Rajasthan paper leak Gujarat connection, there is such apprehension about the car

કિશોર તુવર, બનાસકાંઠા: રાજસ્થાનના ઉદેપુરમાં થયેલ પેપર લીક કાંડના તાર ગુજરાત સાથે જોડાયા છે. રાજસ્થાનની અધ્યાપક ભરતી પેપેરલીક કાંડમાં જે બસમાં 45 જેટલા ઉમેદવારો તેમજ  પેપર લીક કાંડના એક્સપર્ટ લોકો હતા, તેને એક ક્રેટા ગાડી એસ્કોર્ટ કરી રહી હતી. તે ગાડીનું રજીસ્ટ્રેશન બનાસકાંઠા આરટીઓમાં થયેલ છે. તે ક્રેટા ગાડીનો નંબર GJ08 CC 2902 છે , જેના રજીસ્ટ્રેશનમાં કંસારી ગામનું સરનામું છે.

ગાડીમાં જ પેપર લીક કાંડનો માસ્ટર માઈન્ડ બેઠો હતો

એસ્કોર્ટ કરી રહેલી કારના માલિકનું નામ ગણપતલાલ બિશ્નોઇ હોવાનું સામે આવ્યું છે. આ ગાડીમાં જ પેપર લીક કાંડનો માસ્ટર માઈન્ડ સુરેશ બિશ્નોઈ બેઠો હતો અને તે ગાડીમાં એક પ્રિન્ટર અને લેપટોપ હતું. સુરેશ બિશ્નોઇ પાસે વોટ્સએપથી પેપર આવ્યું હતું. જેને લેપટોપની મદદથી પ્રિન્ટ કાઢી અને બસમાં પહોચાડ્યું હતું. જે બાદ ઉદેપુર પિંડવાડા હાઇવે ઉપર ચાલુ બસમાં જ ઉમેદવારો સાથે બેઠેલા એક્સપટોએ પ્રશ્નપત્રને સોલ્વ કર્યું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં ચમત્કાર? વગર ડ્રાઈવરે આપો આપ દોડ્યું ટ્રેકટર, જુઓ સીસીટીવી વીડિયો

શું કાર ખોટા રેન્ટ એગ્રીમેન્ટ પર ખરીદાયેલી હતી?

ન્યૂઝ18ની ટીમ ડીસા તાલુકાના કંસારી ગામમાં પહોંચી હતી, જ્યાંથી ક્રેટા ગાડીનું રજીસ્ટ્રેશન થયેલું હતું. પરંતુ આ ગામમાં ન્યૂઝ18ની ટીમે તપાસ કરી તેમાં સામે આવ્યું કે, ગણપતલાલ બિશ્નોઇ નામના વ્યક્તિ આ ગામમાં રહેતો જ નથી. ઉલ્લેખનીય છે કે, ટેક્સ બચાવવાની લાલચમાં ગુજરાતની સરહદે અડીને આવેલા રાજસ્થાનના લોકો ગુજરાતના ગામડાઓમાં ખોટા રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ગાડીઓ ખરીદતા હોય છે. આ ગાડી પણ ખોટા રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ખરીદવામાં આવી હોય તેવી શક્યતાઓ સેવાઈ રહે છે. આ અંગે ન્યૂઝ18ની ટીમે ગામના ડેપ્યુટી સરપંચ ખેંગારભાઈ ચૌધરી સાથે ખાસ વાતચીત કરી હતી.

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

Published by:Azhar Patangwala

First published:

Tags: Banaskantha News, Gujarat News